Wednesday, January 19, 2022
Homeદેશઅનિલ દેશમુખના મની લોન્ડ્રિગ કેસમાં 7000 પાનાની ચાર્જશીટ દાખલ

અનિલ દેશમુખના મની લોન્ડ્રિગ કેસમાં 7000 પાનાની ચાર્જશીટ દાખલ

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે આજે કોર્ટમાં  અંદાજે સાત હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. મની લોન્ડ્રિગ કેસમાં દેશમુખના બંને પુત્રના નામનો ઉલ્લેખ પણ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. આમ હવે દેશમુખની મુશ્કેલી વધી ગઇ છે. અગાઉ ઇડીએ આ મામલામાં 14 આરોપી સામે  ચાર્જશીટ દાખલ કરી હતી એમાં દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને પીએમ કુંદન શિંદેનો સમાવેશ હતો.

ભ્રષ્ટાચારના આરોપ બાદ સીબીઆઇએ ૨૧ એપ્રિલના રોજ એનસીપી નેતા અનિલ દેશમુખ સામે FIR દાખલ કરી હતી. ઇડીએ પણ તેમની  સામે તપાસ શરૂ કરી હતી. ઇડીએ દેશમુખને પૂછપરછ માટે પાંચ વખત સમન્સ મોકલ્યા હતા. છેવટે 1 નવેમ્બરના કલાકોની પૂછપરછ બાદ દેશમુખની ધરપકડ કરી હતી. ઇડીએ દેશમુખના નિવાસ સ્થાન ઓફિસ અન્ય સંબંધિત સ્થળે છાપો માર્યો હતો.

અગાઉ દેશમુખે તત્કાલિન પોલીસ ઓફિસર સચિન વાઝે મારફત મુંબઇમાં વિવિધ બાર અને રેસ્ટૉરન્ટમાંથી 4 કરોડ 70 લાખ રૂપિયા વસૂલ કર્યા હોવાનો આરોપ છે. નાગપુરમાં દેશમુખના પરિવાર સંચાલિત શ્રી સાઇશિક્ષણ સંસ્થામાં આ રકમ જમા કરવામાં આવી હોવાનો આરોપ છે. આર્થિક ગેરવ્યવહારમાં પાલાંડે અને શિંદેએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. આ બંનેની પણ ધરપકડ કરાય હતી.

ઇડીએ દેશમુખ અને તેના પરિવાર સંબંધિત અમૂક કંપનીની માહિતી મેળવી છે. આ કંપની દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો  હોવાની શંકા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પાસે ગાડીમાં વિસ્ફોટક મળવા અને આ ગાડીના માલિકની હત્યાના આરોપ બદલ સચિન વાઝેની ધરપકડ અને પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરાય હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular