Thursday, March 28, 2024
Homeખેડૂત આંદોલનના 71માં દિવસ : લાલ કિલ્લા પર હિંસા ભડકાવનારની ધરપકડ, ધર્મેન્દ્રસિંહ...
Array

ખેડૂત આંદોલનના 71માં દિવસ : લાલ કિલ્લા પર હિંસા ભડકાવનારની ધરપકડ, ધર્મેન્દ્રસિંહ હરમન 26 જાન્યુઆરીએ પોતાની કારમાં બેસી ખેડૂતોને ઉશ્કેરી રહ્યો હતો

- Advertisement -

ખેડૂત આંદોલનના 71માં દિવસે દિલ્હી પોલીસ અને લાલ કિલ્લા પર હિંસા ભડકાવવામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુરૂવારે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલો ધર્મેન્દ્રસિંહ હરમન 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરડે દરમિયાન પોતાની કારમાં બેસી ખેડૂતોને ઉશ્કેરી રહ્યો હતો. તે દિલ્હીના અર્જુન નગરનો રહેવાસી છે અને શાહીન બાગના પ્રદર્શન સમયે પણ ઘણો જ સક્રિય હતો.

કિસાન આંદોલનને લઈને પોલીસની સાથે કેન્દ્ર સરકાર પણ સક્રિય છે. ગૃહ મંત્રી અમિત શાહે સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવને સંસદમાં બોલાવવામાં આવ્યા છે. ગુરૂવારે સાંજે 4.40 વાગ્યાથી આ હાઈલેવલ મીટિંગ ચાલી રહી છે. આ બેઠક ગાજીપુર બોર્ડર હલચલ વધ્યા બાદ બોલાવવામાં આવી છે. ગાજીપુર બોર્ડર પર શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલ સહિત 10 વિપક્ષ દળોના 15 નેતા ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. પોલીસે તેમને રોક્યા હતા.

પોલીસે રસ્તા પરથી ખિલ્લા હટાવ્યા, જે બાદ સ્પષ્ટતા કરી

આ દરમિયાન ગાઝીપુર બોર્ડ પર આજે પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. જોકે દિલ્હી પોલીસે ખિલ્લા અને કાંટાળી તારની લાઈનો ઢીલી કરવાની શરૂઆત કરી દીધી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ફરીથી લગાવવામાં આવશે. એટલે કે હવે સ્પષ્ટ નથી કે ગાજીપુર બોર્ડરની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરવામાં આવશે કે નહીં. જોકે દિલ્હી પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અમુક જગ્યા પર ખિલ્લાની રિ-પોઝીશનિંગ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular