બ્રિટનની 72% મહિલાઓએ મહામારીને લીધે પ્રેગ્નન્સી પ્લાન બદલ્યો

0
1

મહામારી દરમિયાન પ્રેગ્નન્સી પીરિયડમાં થતી તકલીફને લીધે બ્રિટનની ઘણી બધી મહિલાઓએ તેમના પ્રેગ્નન્સી પ્લાનિંગ ચેન્જ કર્યા. બ્રિટનની 500 મહિલાઓ પર રિસર્ચ કર્યા બાદ આ વાત ખબર પડી છે. એટલું જ નહિ પણ યુરોપ, એશિયાનાં અમુક ભાગ અને અમેરિકામાં આ મહામારી પછી બાળકોનો જન્મદર ઓછો થયો. ઘણા દેશોમાં ડિસેમ્બર 2020 અને જાન્યુઆરી 2021માં ઓછા બાળકોનો જન્મ થયો. તેની કારણ વધતી જતી કોરોનાની અસર છે. આ રિસર્ચમાં સામેલ કપલ એ જ છે જે મહામારી પહેલાં ફેમિલી પ્લાનિંગને લઈને ગંભીર હતા.

કિંગ્સ કોલેજ લંડનમાં ડિપાર્ટમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન હેલ્થની લીડ ઓથર ડૉ. સારા વ્હાઈટના જણાવ્યા પ્રમાણે, અમારી ટીમ આ જોઇને ચોંકી ગઈ હતી કે ઘણા કપલ ફેમિલી પ્લાન કરી રહ્યા છે, પરંતુ કોરોનાકાળને લીધે હવે 72% મહિલાઓએ પ્લાન કેન્સલ રાખ્યો. ઘણી મહિલાઓને ડર હતો કે, કોરોનાને લીધે તેમના કે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર થઇ શકે છે.

એવી મહિલાઓ જે બીજી કે ત્રીજીવાર માતા બનવા ઈચ્છે છે, તેમના વિચાર પ્રથમવાર કંસીવ કરનારી મહિલાઓ કરતા અલગ રહ્યા. બીજીવાર માતા બનનારી 28% મહિલાઓ કોરોનાને લીધે પોતાનો પ્રેગ્નન્સી પ્લાન બદલવા ઇચ્છતી હતી. આ ગ્રુપની મહિલાઓ વર્ક ફ્રોમ હોમ કરી રહી છે અને તે માને છે કે, ઘરે રહીને તેઓ ડિલિવરી પછી પણ કામની સાથે બાળકોને પણ સમય આપી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here