73 વર્ષીય વૃદ્ધાએ જીવનસાથી માટે લગ્નની જાહેરાત આપી, 69 વર્ષીય નિવૃત્ત એન્જિનિયરે રિસ્પોન્સ આપ્યો

0
21

પ્રેમ કરવાની અને લગ્ન કરવાની કોઈ ઉંમર હોતી નથી. મૈસૂરમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધાને એકલા જીવન જીવવું નહોતું આથી તેમણે જીવનસાથી માટે લગ્નની જાહેરાત આપી હતી. નિવૃત્ત શિક્ષિકાને 69 વર્ષીય નિવૃત્ત એન્જિનિયર તરફથી રિસ્પોન્સ મળ્યો છે.

નિવૃત્ત શિક્ષિકાએ થોડા દિવસ પહેલાં બ્રાહ્મણ લાઈફ પાર્ટનર માટે જાહેરાત આપી હતી. થોડા દિવસ પછી તેમને 69 વર્ષીય બ્રાહ્મણ મુરતિયો પણ મળી ગયો છે. જાહેરાત આપનારા વૃદ્ધાને એકલા જીવન જીવવું નથી. બાકી રહેલી જિંદગીમાં તેમની સાથે રહે તેવા પાર્ટનરની જરૂર હતી. મહિલાએ જાહેરાતમાં તેનો જીવનસાથી બ્રાહ્મણ અથવા તેની જ કોમ્યુનિટીનો હોવો જોઈએ અને સ્વસ્થ હોવો જોઈએ.

આ જાહેરાત વિશે વૃદ્ધાએ કહ્યું, મારું પ્રથમ લગ્નજીવન વધારે ના ચાલ્યું. અમે ડિવોર્સ લઈને છૂટા પડ્યા. તેનું દુઃખ હજુ પણ થાય છે. મારા પેરેન્ટ્સનું અવસાન થયા પછી હું સાવ એકલી છું. મારો કોઈ પરિવાર નથી. મને ઘરે એકલા રહેવાથી ડર લાગે છે. અત્યાર સુધી હું એકલી જીવન જીવતી આવી છું. બાકી રહેલી જિંદગી માટે લાઈફ પાર્ટનર સાથે પસાર કરવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here