Wednesday, December 8, 2021
Home75 કિમીની માઇલેજ અને 80 કિમીની ટોપ સ્પીડ ધરાવતું આ સ્કૂટર ભાડે...
Array

75 કિમીની માઇલેજ અને 80 કિમીની ટોપ સ્પીડ ધરાવતું આ સ્કૂટર ભાડે વાપરી શકશો

Ather કંપનીએ પોતાના બે ઇલેક્ટ્રિક સ્કૂટર Ather S340 અને Ahter S450 લોન્ચ કર્યા હતા. કંપની હવે આ બ્રાન્ડ ન્યૂ સ્કૂટર ખરીદનારા માટે lease plan ની ફેસિલિટી અવેલેબલ કરાવી રહી છે. Ather S340 સ્કૂટરને 3,977 રૂપિયાના મંથલી રેન્ટલ પર ઘરે લઇ જઇ શકાય છે, જ્યારે Ather S450 માટે 4220 રૂપિયાનું મંથલી રેન્ટલ ચૂકવવાનું રહેશે.

 

3 વર્ષ સુધીની મળી શકે છે લીઝ

1.કંપનીનો આ લીઝ પ્લાન 13થી 36 મહિના માટે લઇ શકાશે. જો કે, ગ્રાહકે Ather 340 માટે પહેલા સિક્યોરિટી મની તરીકે 30 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. જ્યારે Ather 450 માટે 40,000 રૂપિયા સિક્યોરિટી મની તરીકે ચૂકવવાના રહેશે. સિક્યોરિટી મની રિફન્ડેબલ હશે. કંપની સ્કૂટર્સને રેન્ટ આપવાની સાથે જ ઘરમાં જ ચાર્જિંગ પોઇન્ટ પણ લગાવશે. Ather S340 વર્ઝનની કિંમત 1.15 લાખ રૂપિયા છે, જ્યારે Ather S450 ની કિંમત 1.30 લાખ રૂપિયા છે. કંપની તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્કૂટર મોબાઇલથી પણ જલદી ચાર્જ થઇ જશે અને માત્ર 50 મિનિટમાં 80 ટકા સુઝી બેટરી ચાર્જ થઇ જશે.
અથર એનર્જી સ્કૂટરના ફીચર્સ
2.આ સ્કૂટરના ફિચર્સની વાત કરીએ તો, એન્ડ્રોઇડ ઓપેરિટિંગ સિસ્ટમવાળી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. તે ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે આવશે, જે વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ હશે. તેમાં પુશ નેવિગેશન, પાર્કિંગ આસિસ્ટ સિસ્ટમ, વોટરપ્રૂફ ચાર્જર, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ જેવા ફીચર્સ પણ હશે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો. S340 સ્કૂટરમાં લિથિયમ-આયન બેટરી છે. તેને ફુલ ચાર્જ કરીને 75 કિમી સુધી ચલાવી શકાશે. તેની બેટરી 50 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. સ્કૂટરની ટોપ સ્પીડ 80kmph છે.
3.કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર 3.9 સેકન્ડમાં 0થી 40 Kmph ની સ્પીડ પકડે છે. રિમોટ ડાયગ્નોસ્ટિક્સ, સેટેલાઇટ નેવિગેશનની સાથે-સાથે ફ્રન્ટ અને રિઅર ડિસ્ક બ્રેક અને ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન છે. સરળતાથી પાર્કિંગ કરવા માટે સ્કૂટરમાં રિવર્સ ગિઅર પણ આપવામાં આવ્યો છે. Atherના સ્કૂટર્સ મોંઘા છે પરંતુ તેમાં ફીચર્સ પણ મહત્વના આપવામાં આવ્યા છે. જેમકે ડિસ્ક બ્રેક્સ. Ather ભારતની એકમાત્ર એવી કંપની છે જે સ્કૂટરમાં ફ્રન્ટ અને રિયરમાં ડિસ્ક બ્રેક્સ ઓફર કરી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments