75 કિલોનો ‘એટલાસ’ રોબોટ માણસની જેમ ચાલે છે, બૉમ્બ સ્કવૉડ અને રેસ્કયૂ મિશનમાં મદદ કરશે

0
56

ગેજેટ ડેસ્ક:અમેરિકાના ફ્લોરિડામાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન એન્ડ મશીન કૉગ્નિશન(IHMC)ના શોધકર્તાઓએ મનુષ્યની જેમ કામ કરતો રોબોટ તૈયાર કર્યો છે. રિસર્ચરે તેનું નામ ‘એટલાસ’ આપ્યું છે. તેનું વજન 75 કિલો છે. ઇન્સ્ટિટ્યૂટે જાહેર કરેલા વીડિયોમાં તે સાંકળા રસ્તા પરથી પસાર થતો દેખાય છે. માનવની જેમ જ રસ્તા પર તે બેલેન્સ શકે છે. ડેવલપર્સનું કહેવું છે કે, આ રોબોટને બૉમ્બ સ્કવૉડ અને રેસ્કયૂ મિશનમાં ઉપયોગમાં લઈ શકાશે.

વર્કિંગ
LIDAR (લાઈટ ડિટેક્શન એન્ડ રેંજિંગ)ટેક્નોલોજીની મદદથી ‘એટલાસ’ માણસની જેમ કામ કરી શકે છે. આ ટેક્નોલોજીમાં રોબોટ લેસરની મદદથી વસ્તુ સુધીનું અંતર માપે છે. ત્યારબાદ સમજી વિચારીને ચાલે છે. ‘એટલાસ’ LIDARની મદદથી તેની આજુબાજુની જગ્યાનો મેપ તૈયાર કરી દે છે. રોબોટ પાથ પ્લાનિંગ ઍલ્ગરિધમનો ઉપયોગ કરીને ચાલે છે.

આઈએચએમસીના રિસર્ચર સાયન્ટિસ્ટ ઝેરી પ્રાટનું કહેવું છે કે, બે પગવાળો માણસ જેવો ‘એટલાસ’ રોબોટ ભયાનક અને ઇમર્જન્સી કંડિશનમાં કામમાં લઈ શકાય છે. ‘એટલાસ’ રોબોટ એવી જગ્યાએ જઈ શકે છે, જ્યાં પૈડાવાળા રોબોટ જઈ શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here