75 વર્ષથી વધુ ઉમરના નેતાઓનું BJP પત્તુ કાપશે? અડવાણી અને જોશીના ચૂંટણી લડવા વિશે નિર્ણય લેશે

0
18

નવી દિલ્હી: ભાજપના માર્ગદર્શક મંડળના સભ્ય અને પાર્ટીના સીનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી એક વાર ફરી લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે નિર્ણય પાર્ટીએ તેમના પર છોડી દીધો છે. પક્ષના અમુક નેતાઓના જણાવ્યા પ્રમાણે એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, શાંતા કુમાર, બીસી ખંડૂડી, હુકુમ દેવ નારાયણ યાદવ, બીએસ યેદયુરપ્પા જેવા 75 પાર નેતાઓના ચૂંટણી લડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. તેમનું કહેવું છે કે, ચૂંટણી લડવા વિશે આવો કોઈ નિયમ નથી. પરંતુ એ નક્કી છે કે, જો 75 પારના નેતાઓ ચૂંટણી લડીને જીતશે તો પણ તેમને કોઈ મંત્રી પદ આપવામાં આવશે નહીં. ભાજપના નેતાઓનું એવું પણ કહેવું છે કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો ચૂંટણી ન લડવાનો નિર્ણય તેમનો પોતાનો છે અને પાર્ટીએ આ વિશે હજી કોઈ નિર્ણય લીધો નથી. ઉમા ભારતી અને સુષ્મા સ્વરાજે સ્વાસ્થયના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

જોકે હજુ એ માહિતી મળી નથી કે 91 વર્ષના અડવાણી અને 84 વર્ષના જોશી ફરી ચૂંટણી લડવા ઈચ્છશે કે નહીં. જોશીના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી જે પણ નિર્ણય લેશે તેઓ તે માનશે. નોંધનીય છે કે, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર અને બીસી ખંડૂડી 2014ની ચૂંટણી જીત્યા હોવા છતાં તેમને સરકારમાં સામેલ કરવામાં આવ્યા નહતા. એટલું જ નહીં મોદી મંત્રીમંડળમાં મે 2014માં સામેલ તે મંત્રીઓને હટાવી દેવામાં આવ્યા હતા જેઓ 75 વર્ષ ક્રોસ કરી દીધા હતા. તેમાં કેબિનેટ મંત્રી નઝમા હેપતુલ્લા અને કલરાજ મિશ્ર જેવા સીનિયર નેતા પણ સામેલ છે.

સરકારથી અલગ રાખવામાં આવતા નેતાઓ ગુસ્સામાં
  • સરકારથી અલગ રાખવામાં આવતાં વૃદ્ધ નેતાઓ ખૂબ ગુસ્સામાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર પછી અડવાણી, જોશી અને યશંવત સિન્હા જેવા નેતાઓને પત્ર લખીને નેતૃત્વ સામે સવાલ ઉભા કર્યા હતા. લોકસભામાં કામકાજ ન હોવાના કારણે અડવાણીજીએ ઘણી વાર ગૃહમાં પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.
  • મધ્યપ્રદેશમાં આવા જ એક વૃદ્ધ નેતા બાબુલાલ ગૌર તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા. ત્યારપછી પાર્ટીએ તેમની વહુને ટીકીટ આપીને તેમને મનાવ્યા હતા. હવે તેઓ ભાજપને એવુ કહીને ધમકાવી રહ્યા છે કે, કોંગ્રેસ તેમને ભોપાલ લોકસભા સીટના ઉમેદવાર બનાવવા માંગે છે. અન્ય એક વૃદ્ધ નેતા સરતાજ સિંહને શિવરાજ સિંહ ચૌહાણ સરકારે 75 વર્ષ ક્રોસ કર્યા પછી તેમને મંત્રી પદથી હટાવી દીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં તેઓ બળવાખોર થઈ ગયા હતા અને કોંગ્રેસમાંથી હોશંગાબાદની ટિકિટ લઈને ચૂંટણી લડ્યા હતા. જોકે તેમાં તેમની હાર થઈ હતી.
  • ઉત્તરપ્રદેશની બદલાતી સ્થિતિમાં ભાજપના મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્ર જેવા કદાવર બ્રાહ્મણ નેતાઓને ચૂંટણી લડાઈથી અલગ કરવાનું જોખમ લઈ શકે તેમ નથી. ખાસ ત્યારે જ્યારે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વાંચલની જવાબદારી સોંપી છે. કોંગ્રેસનો પ્રયત્ન આ વિસ્તારમાં નિર્ણાયક ભૂમિકા નીભાવનાર બ્રાહ્મણ મતદાતાઓને તેમના પક્ષમાં લાવવાનો છે. કલરાજ મિશ્ર પૂર્વાંચલની દેવરિયા અને મુરલી મનોહર જોશી કાનપુરથી લોકસભા સાંસદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here