કોરોના દેશમાં અત્યાર સુધીમાં 75.74 લાખ કેસ : 67.30 લાખ દર્દીઓ સાજા : 1.15 લાખ દર્દીઓના મોત.

0
5

કોરોનાના ગ્રાફમાં સતત ઘટાડો આવી રહ્યો છે. સોમવારે માત્ર 45 હજાર 490 નવા કેસ આવ્યા હતા. 69 હજાર 800 દર્દીઓ સાજા થયા છે. તેનાથી 24 હજાર જેટલા સક્રિય કેસોમાં ઘટાડો થાય છે. અને 7.47 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. 17 સપ્ટેમ્બરે આ આંકડ 10.17 લાખ પર પહોંચી ગયો હતો જ્યારે નવા કેસોમાં આ છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો છે. તેના કરતાં ઓછાં કેસ 39 હજાર 170 કેસ 20 જુલાઈએ નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધીમાં 75.74 લાખ કેસ નોંધાયા છે. 67.30 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 1.15 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. સોમવારે 589 લોકોના મૃત્યુ થયા હતા, આ આંકડા covid19india.org દ્વારા પ્રાપ્ત થયેલ છે.

પાંચ રાજયોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં સોમવારે 1015 કેસ સામે આવ્યા હતા. 1287 લોકો સાજા થયા અને 13 દર્દીઓ મોતને ભેટ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાના 1 લાખ 61 હજાર 203 કેસ નોંધાયા છે. જેમાં 12 હજાર 669 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 45 હજાર 421 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 2786 લોકોના મૃત્યુ થયા છે.

રાજસ્થાન

રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 1760 પર પહોંચી ગયો છે. 24 કલાકમાં 24 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 1960 લોકોને સંક્રમણ લાગ્યું છે અને 2194 લોકો સાજા થયા હતા. અત્યાર સુધીમાં 1 લાખ 75 હજાર 226 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 20 હજાર 893 દર્દીઓની સારવાર હજુ પણ ચાલી રહી છે, જ્યારે 1 લાખ 52 હજાર 573 લોકો સાજા થયા છે.

બિહાર

રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 2 લાખ 5 હજાર 124 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 912 નવા કેસ સામે આવ્યા છે. હાલમાં, 10 હજાર 331 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 1 લાખ 93 હજાર 789 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 1003 લોકોનાં મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્ર

સોમવારે રાજ્યમાં 5984 નવા કેસ નોંધાયા હતા, 15 હજાર 69 લોકો સાજા થયા હતા અને 125 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધીમાં 16 લાખ 1 હજાર 365 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 1 લાખ 73 હજાર 759 દર્દીઓ હજી સારવાર હેઠળ છે, જ્યારે 13 લાખ 84 હજાર 879 લોકો સાજા થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 42 હજાર 240 લોકોના મૃત્યુ થયા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 6685 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. સોમવારે 1729 નવા દર્દીઓ સામે આવ્યા હતા. આ સાથે દર્દીઓની સંખ્યા વધીને 4 લાખ 56 હજાર 865 થઈ ગઈ છે. તેમાંથી 31 હજાર 495 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 4 લાખ 18 હજાર 685 લોકો સાજા થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here