આંધ્રમાં 75 ટકા નોકરીઓ સ્થાનિક યુવાનોને મળશે : મુખ્ય પ્રધાન જગન રેડ્ડીએ કરી જાહેરાત

0
13

હૈદરાબાદ, તા. 23 જુલાઇ 2019, મંગળવાર

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડીએ એેવી જાહેરાત કરી હતી કે આંધ્ર પ્રદેશમાં 75 ટકા નોકરીઓ હવેથી સ્થાનિક યુવાનોને મળશે. ઉદ્યોગ-કારખાના એક્ટ 2019ને રાજ્ય સરકારે મંજૂર કર્યો હતો.

રાજ્ય સરકારે એવો આદેશ બહાર પાડ્યો હતો કે ઔદ્યોગિક એકમો, કારખાનાં, જોઇન્ટ વેન્ચર કંપની કે પબ્લિક-પ્રાઇવેટ કંપનીઓએ હવેથી 75 ટકા નોકરીઓ સ્થાનિક યુવાનોને આપવાની રહેશે. આમાં કોઇ બાંધછોડ નહીં ચાલે.

રાજ્ય સરકારે વધુમાં કહ્યું હતું કે અમુક કામ માટે સ્કીલ્ડ યુવાન જોઇએ એવું કહેનારી કંપનીએ અનસ્કીલ્ડ સ્થાનિક યુવાનોને પહેલાં તૈયાર કરવાના રહેશે અને ત્યારબાદ સ્થાનિક યુવાનોને જ નોકરીમાં અગ્રતા આપવાની રહેશે. આમાં કોઇ બહાનાં ચાલશે નહીં. આ આદેશનો ભંગ કરનારી કંપનીઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.

અત્રે એ યાદ રહે કે આ પ્રકારના આંદોલનનો આરંભ મુંબઇમાં શિવસેનાએ કર્યો હતો. હવે અન્ય રાજ્યોમાં આ પ્રકારની પરંપરા શરૂ થઇ રહી જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here