ICUમાં સુરેખા સીકરી : 75 વર્ષીય એક્ટ્રેસ સુરેખા સીકરીને બે વર્ષમાં બીજીવાર બ્રેન સ્ટ્રોક આવ્યો, હોસ્પિટલમાં દાખલ

0
0

બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ સુરેખા સીકરીને મંગળવાર, 8 સપ્ટેમ્બરના રોજ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને પછી તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ICUમાં છે. સુરેખાની તબિયત અંગેની માહિતી વિવેક સિધવાણીએ આપી હતી. હાલમાં તેમની તબિયત સારી છે. ડૉક્ટર્સ સતત દેખરેખ રાખી રહ્યા છે. ‘બધાઈ હો’માં તેમના કો-સ્ટાર્સ રહી ચૂકેલા ગજરાજ રાવ તથા ડિરેક્ટર અમિત શર્મા મદદ માટે આગળ આવ્યા હતા.

જ્યૂસ પીતા સમયે આ ઘટના બની
એજન્સીના સમાચાર પ્રમાણે, તેમની નર્સે સૌ પહેલા આ વાતની માહિતી શૅર કરી હતી કે સવારે 11 વાગ્યાની આસપાસ સ્ટ્રોક આવ્યો હતો. તે સમયે સુરેખા જ્યૂસ પીતા હતા. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નર્સ પાસે સારવારના પૂરતા પૈસા નહોતા. જોકે, પછી તેમનો પરિવાર આવી ગયો હતો અને સારવારના પૈસા આપ્યા હતા.

બે વર્ષ પહેલા પણ સ્ટ્રોક આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે 2018માં પણ સુરેખાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેઓ પેરાલાઈઝ્ડ થયા હતા. તેમના માટે 24 કલાકની નર્સ અપોઈન્ટ કરવામાં આવી હતી. જોકે, ‘બધાઈ હો’ ફિલ્મ બાદ સુરેખાને કોઈ મોટો પ્રોજેક્ટ ઓફર થયો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here