રાજકોટ : છેલ્લા 3 દિવસમાં 76 લોકોના મોત, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3479 પર પહોંચી

0
3

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સંખ્યા સાથે સાથે મૃત્યુઆંક ખુબ જ વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં કોરોનાથી 76 લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી દર કલાકે 1નું મોત થઈ રહ્યું છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજકોટમાં કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા 4 દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે. પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 3479 પર પહોંચી ગઈ છે.

રાજકોટમાં 1562 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટમાં ગઈકાલે 86 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ 3479 કેસ પોઝિટિવ છે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 1562 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ગુરુવારે કુલ 29 દર્દીઓ કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 251 કેસ નોંધાયા

ગુરૂવારે રાજકોટમાં 86, જામનગરમાં 88, ભાવનગરમાં 58 ગીર સોમનાથમાં 14 અને બોટાદમાં 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આમ સૌરાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ

કોરોના સંક્રમણને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં માસ્ક વગર સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોવિડ હોસ્પિટલના પટાંગણમાં કોરોના દર્દીના સગા-વ્હાલાને પ્રવેશ આપવામાં આવશે નહીં. સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here