રાજ્યમાં 137 PI, 525 PSI, 2130 કોન્સ્ટેબલ સહિત 7610 જગ્યા પર ભરતી કરાશે

0
5

રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં ભરતી હાથ ધરાશે. ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી અને એ માટે 115.10 કરોડની જોગવાઈ હતી, પણ કોરોનાને કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મુકાતાં 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.

ટૂંક સમયમાં ભરતી કરાશે, ઇન્ટેલિજન્સમાં 127 પોસ્ટ પર ભરતી કરાશે

પોસ્ટ જગ્યા
પોલીસ મહાનિરીક્ષક 1
પોલીસ અધિક્ષક 3
બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક 14
હથિયારી નાયબ પોલીસ અધિક્ષક 4
નાયબ પોલીસ અધિક્ષક(એમટી)
બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર
મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 1
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 383
હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 107
હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 52
મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2
પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી) 3
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) 30
બિનહથિયારી એએસઆઈ 325
બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ 952
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2130
હથિયારી એએસઆઈ 213
હથિયારી હેડ કોન્સ્ટેબલ 473
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1795
સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર 10
ઇન્ટેલિજન્સ ઓફિસર 42
આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર 75
રેડિયો ઓપરેટર
રેડિયો ટેક્નિશિયન 12
કચેરી અધિક્ષક 2
અંગત મદદનીશ 4
મુખ્ય કારકૂન 6
સિનિયર ક્લાર્ક 20
જુનિયર ક્લાર્ક 23
વાયરલેસ મેસેન્જર 3
મહિલા એએસઆઈ 4
મહિલા હેડ કોન્સ્ટેબલ 14
મહિલા પોલીસ કોન્સ્ટેબલ 10
મેડિકલ ઓફિસર 1
ડોગ હેન્ડલર 89
સફાઇકામદાર 49
કેનાલ બોય 14
પટાવાળા 16
ફોલોવર્સ 19
ડ્રાઇવર 600

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here