Wednesday, September 22, 2021
Homeઅમદાવાદ : મગજ ના લકવા થી પીડાતી પુત્રી માટે પિતા એ ઈચ્છા...
Array

અમદાવાદ : મગજ ના લકવા થી પીડાતી પુત્રી માટે પિતા એ ઈચ્છા મૃત્યુ માગ્યું

અમદાવાદ: 22 વર્ષથી મગજના લકવાથી પીડાતી યુવતીના પિતાએ તેને ઇચ્છા મૃત્યુ માટે પરવાનગી આપવા માટે હાઇકોર્ટમાં રિટ કરી છે. કોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી છે.

પિતાએ દલીલ કરી હતી કે, ખાવા-પીવા અને કુદરતી હાજતે જવા માટે પણ પુત્રીએ માતા-પિતા પર આધાર રાખવો પડે છે અને કોઇપણ સંજોગોમાં આ સ્થિતિમાં સુધારો આવે તેવી શક્યતા નથી. પિતા દેવેન્દ્ર રાજગોરે રજૂઆત કરી હતી કે, તેમના ત્રણ સંતાનોમાં સૌથી મોટી 22 વર્ષની પુત્રી મગજના લકવાને લીધે દૈનિક ક્રિયાઓ પણ કરી શકતી નથી. બધો આધાર માતા-પિતા પર રાખવો પડે છે. વધારામાં દિવસે દિવસે પરિસ્થિતિ વણસી રહી છે. તે માત્ર જોઈ અને સાંભળી શકે છે. પોતાની રીતે મુવમેન્ટ પણ કરી શકતી નથી. દીકરી 6 મહિનાની હતી ત્યારે ડોક્ટરોએ આ અસાધ્ય બીમારીનું નિદાન કર્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments