Monday, September 27, 2021
Homeરાજકોટ : ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયામાં વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્ય સહિતના આગેવાનો...
Array

રાજકોટ : ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયામાં વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્ય સહિતના આગેવાનો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યાં હતાં.

લોકસભા બેઠક માટે ભાજપની આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામા આવી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયામાં વોર્ડના હોદ્દેદારો, શહેરના હોદેદ્દારો, કોર્પોરેટરો, ધારાસભ્ય સહિતના આગેવાનો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યાં હતાં.

આ બેઠક માટે નરહરી અમીન, બાબુ જેબલિયા અને જયાબેન ઠક્કરે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મોદી રાજકોટથી ચૂંટણી લડશે તેના જવાબમાં બાબુ જેબલિયાએ જણાવ્યુ હતું કે અન્ય ધણા સક્ષમ ઉમેદવાર છે મોદી નહીં લડે. તો નરહરિ અમિને કહ્યું હતું કે મોદી અહીથી લડે તો આખા સૌરાષ્ટ્રને ફાયદો મળે. આમ એક જ પક્ષના બે નેતાના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.

વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ગત ટર્મમા ટિકિટ આપતા લોકલ રાજકારણ ગરમાયું હતું અને લોકલ ભાજપની ટીમમાં આંતરિક વિરોધ દેખાયો હતો જેના પગલે રાજકોટ ભાજપના કાર્યાલયને તાળા મારી દેવાયા હતા. આ વખતે પણ મોહન કુંડારીયાને રિપીટ કરવાની વાત લઇને વિરોધ દેખાયો છે આ વાત દિલ્હી સુધી પહોચી છે.

 

 

આજે સેન્સ પ્રક્રિયામાં પણ અંદરખાને વિરોધનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનુ નામ સેન્સમાં લેવાય તેવી ચર્ચા જોવા મળી હતી. રાજકોટ બેઠક પાટીદારનો ગઢ છે માટે ઉમેદવારની પસંદગી પણ લેઉવા અથવા કડવા પર ઉતારવા પડે તેવી ભાજપની સ્થિતિ છે.

એક અટકળ એવી છે રાજકોટ બેઠક ભાજપનો ગઢ છે મોદીએ ધારાસભ્ય વખતે પણ સૌ પ્રથમ ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડ્યાં હતા.જો મોદી રાજકોટથી લડે તો જુનાગઢ જામનગર,પોરબંદર, સહિતની બેઠકને મોટો ફાયદો મળે. મોદીની લોકપ્રિયતા અને તેના કદને લઇ તમામ બેઠક પર ફાયદો મળે.ગતટર્મમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં તમામ બેઠકો પર કેસરીયો લહેરાયો હતો જે મોદી લહેરજ હતી. આ વખતે પણ તે ફાયદો મળી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments