Tuesday, September 21, 2021
Homeરાજકોટ : માધાપર વિસ્તારમાં રહેતા ફોટોગ્રાફીનો વ્યસાય કરતા પટેલ યુવાને ટ્રેન...
Array

રાજકોટ : માધાપર વિસ્તારમાં રહેતા ફોટોગ્રાફીનો વ્યસાય કરતા પટેલ યુવાને ટ્રેન નીચે પડતું મુકી કર્યો આપધાત

રાજકોટ:માધાપર વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યસાય કરતા પટેલ યુવાને આજે ટ્રેન નીચે પડતું મુકી આપધાત કરી લીધો છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. મૃતક યુવાન વિજયભાઈ ત્રણ બહેનોમાં એકનો એક ભાઈ હતો.

 

ઘટનાની વિગત અનુસાર મૃતક યુવાન વિજયભાઈએ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા આસપાસ ઈશ્વરીયા ફાટક પાસે સોમનાથ-ઓખા ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતાં અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાનના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જે આધારે તપાસ કરતાં યુવક માધાપરનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું અને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરવામાં આવી હતી. એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો ચે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિજયભાઈના લગ્ન મવડીમાં રહેતા ભાવીષાબેન સાથે થયા હતા અને તેને સંતાનમાં એક 6 વર્ષનો પુત્ર છે. છેલ્લા 4 મહિનાથી પત્ની રિસામણે ગયા છે અને પુત્ર પણ તેની પાસે રાખ્યો છે. વિજયભાઈ ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ કરતાં હતા અને તેઓ છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતા હતા ત્યારે ગત રાત્રે ઘરના લોકો સુતા હતાં ત્યારે તેમને આ પગલુ ભરી લીધુ હતું. પત્નીના વિયોગમાં આ પગલુ ભર્યુ હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments