Thursday, September 23, 2021
Homeઆઇપીએલ મેચોમાં 3.25 કરોડ રૂપિયાની જીએસટીની ચોરી પકડાઈ
Array

આઇપીએલ મેચોમાં 3.25 કરોડ રૂપિયાની જીએસટીની ચોરી પકડાઈ

સ્પોર્ટ્સ ડેસ્ક : સ્ટેટ ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (એસડીઆરઆઈ)એ આઇપીએલની મેચોની ટિકિટમાં 11.62 કરોડની ટિકિટવેચાણ પર 3.25 કરોડના જીએસટીની ચોરી પકડી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેસર્સ રોયલ મલ્ટી સ્પોર્ટ્સ પ્રા.લી.ની ફ્રેન્ચાઈઝ કંપનીએ રાજસ્થાન રોયલ્સ માટે 11 એપ્રિલથી 19 મે 2018 દરમિયાન કુલ 7 મેચોનું આયોજન કર્યું હતું.

તપાસમાં સામે આવ્યું કે ટિકિટોનું વેચાણ મુખ્યરૂપે ઓનલાઇન પોર્ટલ બુક માય શો દ્વારા થયું હતું. તે સિવાય 11.62 કરોડ કિંમતની કુલ 65207 ટિકિટોનું કોમ્પ્લિમેન્ટ્રી વેચાણ પણ થયું હતું. અલગ-અલગ કેટેગરીમાં આ ટિકિટોની કિંમત 500થી 1500 રૂપિયાની હતી.

મેસર્સ રોયલ મલ્ટી સ્પોર્ટ્સ પ્રા. લી. દ્વારા પ્રસ્તુત દસ્તાવેજોની તપાસ પછી સામે આવ્યું કે 11.62 કરોડ રૂપિયાની કોમ્પ્લિમેન્ટ્રી ટિકિટ્સ ઉપર 28% જીએસટી લેખે 3.25 કરોડના ટેક્સની ચોરી થઇ હતી. કંપનીએ જીએસટી એક્ટ પ્રમાણે મુંબઈમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જયારે બધી મેચ જયપુરમાં રમવાની હતી. જીએસટી નિયમ પ્રમાણે રાજસ્થાનમાં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે તેમ છતાં કંપનીએ રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments