કોરોના દેશમાં અત્યારસુધીમાં 77.59 લાખ કેસ : ભારત બાયોટેકની વેક્સિનને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી.

0
0

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 77 લાખ 59 હજાર 640 પર પહોંચી ગયો છે. જેમાંથી 69 લાખ 46 હજાર 325 લોકો સાજા થઈ ચુક્યા છે. હાલ 6 લાખ 94 હજાર 892 એક્ટિવ કેસ છે. આ બધાની વચ્ચે દેશમાં વેક્સિનની પ્રોગ્રેસ અંગે સારા સમાચાર છે. ભારત બાયોટેક કંપનીને વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.

ટેસ્ટિંગ આંકડો 10 કરોડને પાર થઈ ગયો

દેશમાં ટેસ્ટિંગનો આંકડો 10 કરોડ 1 લાખ 13 હજાર 85 પર પહોંચ્યો. એટલે કે આટલા લોકોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે ગુરુવારે 14 લાખ 42 હજાર 722 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજધાની ભોપાલમાં હાલ ભલે 24 હજારથી વધુ કોરોના સંક્રમિત છે, પરંતુ 7 થી 17 સપ્ટેમ્બર વચ્ચે થયેલા સીરો સર્વેના પરિણામોથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે અહીંયાની 3.45 લાખની વસ્તી સંક્રમિત થઈને સાજી થઈ ગઈ છે. બાકીના લોકો સુધી હજુ સુધી સંક્રમણ પહોંચ્યું નથી.

તો આ તરફ સરકારે શુક્રવારથી મંત્રાલયો સહિત તમામ સરકારી ઓફિસમાં વર્ક ફોમ હોમને પુરી રીતે ખતમ કરી દીધું છે. ઓફિસમાં કર્મચારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત હશે અને તે સાથે બેસીને જમી નહીં શકે. અત્યાર સુધી 50% સ્ટાફથી કામ ચાલી રહ્યું હતું.

રાજસ્થાન

જયપુરમાં નવા દર્દીઓનો ગ્રાફ છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટી રહ્યો છે. ગુરુવારે 249 નવા સંક્રમિત નોંધાયા. અત્યાર સુધી 30,326 દર્દીઓમાંથી 357ઓના મોત થયા છે. ગુરુવારે રિકવર થનારા દર્દીઓની સંખ્યા 713 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 23,711 દર્દી સાજા થઈ ચુક્યા છે.

બિહાર

પટના જિલ્લામાં ગુરુવારે 256 દર્દી નોંધાયા. જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 33,822 થઈ ગઈ છે, જેમાંથી 31,018 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. હાલ 2,550 એક્ટિવ કેસ છે. પટના એઈમ્સમાં ગુરુવારે ઉપ-મુખ્યમંત્રી સુશીલ મોદી સહિત 15 દર્દી ભરતી થયા. આખા રાજ્યમાં ગુરુવારે કુલ 1,085 કેસ નોંધાયા.

મહારાષ્ટ્ર

રાજ્યમાં ગુરુવારે કુલ 7,539 કેસ નોંધાયા. 198 લોકોના મોત થયા. 16,177 લોકો સાજા પણ થયા. મુંબઈ જિલ્લામાં સૌથી વધુ 1,463 સંક્રમિત નોંધાયા, સાથે જ 4120 લોકો સાજા પણ થયા.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં ગુરુવારે કુલ 2,383 કેસ નોંધાયા. 35 લોકોના મોત થયા. 2,581 લોકો સાજા પણ થયા.લખનઉ જિલ્લામાં સૌથી વધુ 280 સંક્રમિત નોંધાયા, સાથે જ 312 લોકો સાજા પણ થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here