Friday, December 3, 2021
Homeવડોદરા : અત્યાર સુધીના સૌથી વધુ 78 પોઝિટિવ, કેસનો કુલ આંક 3525...
Array

વડોદરા : અત્યાર સુધીના સૌથી વધુ 78 પોઝિટિવ, કેસનો કુલ આંક 3525 થયો, આજે 6 દર્દીના મોત, ભરૂચમાં નવા 13 કેસ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ 78 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 3525 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 102 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2729 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 736 એક્ટિવ કેસ છે, જે પૈકી 128 ઓક્સિજન ઉપર અને 36 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 572 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારમાં શુક્રવારે પોઝિટિવ કેસો નોંધાયા
શહેરી વિસ્તાર :- સયાજીગંજ, મકરપુરા, તરસાલી, છાણી, અલકાપુરી, નિઝામપુરા, નાગરવાડા, સલાટવાડા, કારેલીબાગ, હરણી, માંજલપુર, વાડી, ચોખંડી, ગોયાગેટ, વાસણા, આજવા રોડ, તાંદલજા, સુભાનપુરા, વાઘોડિયા રોડ, ગોરવા, પાણીગેટ, યાકુતપુરા, વારસીયા રિંગ રોડ, સોમા તળાવ, ગોત્રી, સમતા
વડોદરા ગ્રામ્યઃ- કરજણ, ડભોઇ, ટીંબી, સેવાસી, સીસવા, ભાયલી, ચાપડ, સાવલી, પાદરા, લીમડા

કોરોનાની સારવાર દરમિયાન વધુ 6 દર્દીના મોત
વડોદરા શહેરનમાં 3 મહિલા સહિત કુલ 6 દર્દીના કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે મૃત્યુ થયા છે. જેમની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.
-હરણી રોડ વિસ્તારની 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું સયાજી હોસ્પિટલમાં મોત
-વારસીયા વિસ્તારની 45 વર્ષીય મહિલાનું સયાજી હોસ્પિટલમાં મોત
-હરણી વિસ્તારમાં 75 વર્ષના વૃદ્ધ પુરૂષનું ખાનગી હોસ્પિટલમાં મોત
-આજવા રોડ વિસ્તારના 65 વર્ષીય વૃદ્ધ પુરૂષનું મોત
-કારેલીબાગ વિસ્તારના 74 વર્ષીય વૃદ્ધ પુરૂષનું મોત
-VIP રોડ વિસ્તારના 79 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત

વડોદરાની વધુ 96 સોસાયટી રેડ ઝોનમાંથી મુક્ત 
વડોદરા શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણને પગલે રેડ ઝોનમાં મુકવામાં આવેલી ઉત્તર અને દક્ષિણ ઝોનની 96 સોસાયટીમાં 18 એપ્રિલથી 17 જુલાઇ સુધી એકપણ કેસ ન નોંધાયો નથી. જેને પગલે આ તમામ 96 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે.

ભરૂચમાં આજે વધુ 13 પોઝિટવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત રહ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 619 ઉપર પહોંચી ગયો છે. ભરૂચમાં કોરોના વાઈરસના વધતા કેસ બાબતે કલેક્ટર ડો.એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું કે, જયાબેન મોદી હોસ્પિટલ, અલમહેમુદ હોસ્પિટલ બાદ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ અને પટેલ વેલ્ફેર હોસ્પિટલને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે સરકારી જમીનમાં કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments