કોરોના દેશમાં અત્યારસુધીમાં 79.45 લાખ સંક્રમિત : એક્ટિવ કેસમાં અત્યારસુધીમાં બીજો સૌથી મોટો ઘટાડો, 28 હજાર 132 કેસ ઘટ્યા.

0
14

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. સોમવારે એમાં 28 હજાર 132નો ઘટાડો નોંધાયો છે. એ અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ પહેલાં 21 સપ્ટેમ્બરે સૌથી વધુ 28 હજાર 653 એક્ટિવ કેસ ઘટ્યા હતા.

કુલ સંક્રમિતોની વાત કરવામાં આવે તો આ આંકડો 79 લાખ 44 હજાર 128 થયો છે. સોમવારે 35 હજાર 932 કેસ પ્રકાશમાં આવ્યા છે. 98 દિવસ પછી એવું છે, જ્યારે 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલાં 21 જુલાઈએ 39 હજાર 170 લોકો સંક્રમિત મળ્યા હતા. સારી વાત એ છે કે અત્યારસુધીમાં 71 લાખ 98 હજાર 660 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે.

સોમાવારે 482 દર્દીનાં મોત થયાં છે. 113 દિવસમાં બીજો મોતનો આંકડો 500થી ઓછો રહ્યો છે. આ પહેલાં 5 જુલાઈએ 421 લોકોનાં મોત થયાં હતાં. દેશમાં કોરોનાથી અત્યારસુધીમાં 1 લાખ 19 હજાર 535 દર્દીનાં મોત થયાં છે.

ટોપ-5 સંક્રમિત દેશોમાં ભારતનો રિકવરી રેટ સૌથી ઓછો

રિકવરીના મામલામાં ભારત વિશ્વના પાંચ સૌથી સંક્રમિત દેશોમાં ટોપ પર છે. ભારતમાં રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. દર 100 દર્દીમાંથી 90 લોકો સાજા થઈ રહ્યા છે. સારી રિકવરીના મામલામાં બ્રાઝિલ બીજા નંબર છે. અહીં રિકવરી રેટ 89.65 ટકા અને રશિયાનો 74.84 ટકા છે. સૌથી ખરાબ હાલત ફ્રાન્સની છે. અહીં અત્યારસુધીમાં 9.69 ટકા દર્દીઓ રિકવર થઈ શક્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • ભારત બાયોટેકે સોમવારથી કોવેક્સિનની ફાઈનલ ટ્રાયલ ભુવનેશ્વરમાં શરૂ કરી દીધી છે. એના માટે ધ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ(IMS), SMU સહિત દેશની 21 હોસ્પિટલને પસંદ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં જ વેક્સિનની ફાઈનલ ટ્રાયલ થશે.
  • હાવર્ડ યુનિવર્સિટીમાં થયેલા એક સ્ટડી મુજબ, વાયુપ્રદૂષણને પગલે દેશમાં કોરોના સામે ચાલી રહેલી લડાઈ નબળી પડી શકે છે. જોકે કોવિડ-19 અને પ્રદૂષણની વચ્ચે કોઈ સીધો સંબંધ તો હજી સુધી વૈજ્ઞાનિકોને મળ્યો નથી. જોકે તેમનું કહેવું છે કે લાંબા સમય સુધી પ્રદૂષણમાં રહેવાના કારણે ફેફસાંમાં સંક્રમણનો ખતરો વધી શકે છે.
  • મિઝોરમ સરકારે રાજધાની આઈઝોલમાં મંગળવારે સવારે 4.30થી 3 નવેમ્બરની સવારે 4.30 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કર્યું છે. આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. મિઝોરમમાં 284 એક્ટિવ કેસ છે, એમાંથી 215 આઈઝોલમાં છે.
  • દેશમાં છેલ્લા એક સપ્તાહમાં રેકોર્ડ 1.18 લાખ એક્ટિવ કેસ ઓછા થયા છે. રોજ સરેરાશ 12 હજાર એક્ટિવ કેસ ઘટી રહ્યા છે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં સોમવારે 720 નવા દર્દી મળ્યા, 1095 લોકો રિકવર થયા અને 5 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 67 હજાર 969 લોકો સંક્રમિત મળ્યા છે. એમાંથી 10 હજાર 857 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 54 હજાર 222 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી અત્યારસુધીમાં 2890 લોકોનાં મોત થયાં છે.

રાજસ્થાન

છેલ્લા 24 કલાકમાં 1805 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 2226 લોકો રિકવર થયા છે અને 14 દર્દીનાં મોત થયાં છે. સંક્રમિતોનો આંકડો અત્યારસુધીમાં 1 લાખ 88 હજાર 48 થયો છે. એમાંથી 16 હજાર 233 દર્દીની સારવાર ચાલી રહી છે. જ્યારે 1 લાખ 69 હજાર 962 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાએ અત્યારસુધીમાં 1853 લોકોના જીવ લીધા છે.

બિહાર

રાજ્યમાં સોમવારે 513 કોરોના સંક્રમિત મળ્યા છે, 1087 લોકો રિકવર થયા અને 9 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 12 હજાર 705 લોકો સંક્રમિત મળ્યા છે. એમાંથી 9 હજાર 639 દર્દીની સારવાર ચાલી રહી છે. 2 લાખ 2 હજાર 7 દર્દીની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યારસુધીમાં 1058 દર્દીનાં મોત થયાં છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. 3645 લોકો સંક્રમિત મળ્યા, જ્યારે 9905 લોકો રિકવર થયા છે. 84 દર્દીનાં મોત થયાં છે. 16 લાખ 48 હજાર 665 લોકો અત્યારસુધીમાં સંક્રમિત થયા છે. એમાંથી 1 લાખ 34 હજાર 137 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 14 લાખ 70 હજાર 660 લોકો સાજા થઈ ચૂક્યા છે. 43 હજાર 348 દર્દીનાં અત્યારસુધીમાં મોત થઈ ચૂક્યાં છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં દર્દીઓનો આંકડો 4 લાખ 72 હજાર 68 થયો છે. છેલ્લા 24 કલાકમાં 1798 નવા દર્દી મળ્યા છે, 2441 લોકો સાજા થયા છે અને 20 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 26 હજાર 654 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 38 હજાર 512 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે અત્યારસુધીમાં 6902 લોકોનાં મોત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here