નેશનલ સ્પોર્ટસ એવોર્ડ પહેલા કોચનું નિધન : 79 વર્ષના એથલેટિક્સ કોચ પુરૂષોત્તમ રાયનું હ્રદય રોગના હુમલાથી નિધન, આજે મળવાનો હતો દ્રોણાચાર્ય એવોર્ડ

0
0

નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડના એક દિવસ પહેલા જ 79 વર્ષના એથલેટિક્સ કોચ પુરૂષોત્તમ રાયનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. તેમને આજે લાઇફટાઇમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ મળવાનો હતો. એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે પુરૂષોત્તમ રાયે શુક્રવારે સાંજે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડના ડ્રેસ રિહર્સલમાં ભાગ લીધો હતો. જ્યાર બાદ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું.

પુરૂષોત્તમ રાયે ઓલિમ્પિયન વંદના રાવ, હેપ્ટાએથલીટ પ્રમિલા અયપ્પા, અશ્નિની નચપ્પા, મુરલી કુટ્ટન, ઇચી શયલા, રોસા કુટ્ટી અને જીજી પરમિલા જેવા એથલિટ્સને ટ્રેનિંગ આપી હતી. આ બધા એથલિટ્સે કોચનું ગૌરવ વધારવાની સાથે દેશ માટે મેડલ જીત્યા હતાં.

એથલેટિક્સ ફેડરેશને કોચ રાયના નિધન પર દુખ વ્યક્ત કર્યું

AFIના અધ્યક્ષ આદિલ સુમારિવાલાએ કોચ પુરૂષોત્તમ રાયના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, રાયના નિધનથી સમગ્ર એસોશિયેશન દુખી છે. રાયે એથલેટિક્સને જીવન સમર્પિત કરી દીધું હતું. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here