Tuesday, November 28, 2023
Home7 જુલાઈનું રાશિફળ
Array

7 જુલાઈનું રાશિફળ

- Advertisement -

 

મેષ રાશિ –

પોઝિટિવ- જૂની બીમારીમાંથી છૂટકારો મળતા ખુશી થશે. ધંધામાં લાભ થશે. નોકરીમાં બોસ તમારા કામના વખાણ કરી શકે છે.

નેગેટિવ- પરિવારના સભ્ય સાથે અણબનાવ થશે. ચિંતા રહેશે. ભાગ્યનો સાથ મળશે નહીં.

ફેમિલી- પરિવારમાં મહેમાનના આગમનથી ખુશીનો માહોલ સર્જાશે.

લવ- તમારા મનની વાત પાર્ટનર જાણી જશે. દિવસ આનંદથી પસાર થશે.

કરિયર- કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવું. કામ વધુ હોવાથી અને ઉતાવળમાં ભૂલ થઈ શકે છે. તમારી નારાજગી વધશે. કોમ્પ્યુટર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સારો દિવસ.

હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શું કરવું- ગાયને રોટલી આપવી.
……………………

વૃષભ રાશિ –

પોઝિટિવ- પરીવાર સાથે ફરવા જઈ શકો છો. કોર્ટ કચેરીમાં નિર્ણય તમારી ફેવરમાં આવી શકે છે. આ દિવસ તમારા માટે સારો રહેશે. નવા કામની શરૂઆત થશે.

નેગેટિવ- ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી ઈજા થઈ શકે છે. કામમાં ભાગ્ય તમને સાથ આપશે નહીં.

ફેમિલી- કોઈ વાતને લઈને પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે.

લવ- પાર્ટનરની વાત સાંભળવી. વિચાર્યા વગરનું બોલવાથી સંબંધ બગડવાની સંભાવના છે.

કરિયર- કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહકાર મળશે. વિદ્યાર્થીઓનો તણાવ વધશે. કોમર્સના વિદ્યાર્થીઓ સફળ થશે.

હેલ્થ- આળસ અને થાકથી પરેશાન રહેશો.

શું કરવું- શિવજીને જળ ચઢાવવું.

…………………………..

મિથુન રાશિ –

પોઝિટિવ- વાહન કે મકાન લેવાનું વિચારી શકો છો. જૂના કામનો આજે લાભ મળી શકે છે. લોકોને તમારી સલાહથી ફાયદો થશે. કપડાંની ખરીદી કરી શકો છો.

નેગેટિવ- ઓફિસમાં અણબનાવ બની શકે છે. બીજા લોકોનું કામ તમારે કરવું પડી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે.

ફેમિલી- પાર્ટનર તરફથી ભેટ મળી શકે છે.

લવ- ફરવા જઈ શકો છો.

કરિયર- કાર્યક્ષેત્રમાં અને બિઝનેસમાં ફાયદો થશે. આ સ્થળે વિવાદ પણ થશે. વિદ્યાર્થીઓ ષડયંત્રનો શિકાર બની શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્ય બગડી શકે છે.

શું કરવું- હનુમાનજીની ઉપાસના કરવી.
………………………

કર્ક રાશિ –

પોઝિટિવ- વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. લાંબા સમયથી અટકેલું કામ શરૂ થશે. સંબંધો વધુ ગાઢ બનશે.

નેગેટિવ – વાહનને લઈને અચાનક ખર્ચો આવી શકે છે. સમયસર કામ પૂરા થશે નહીં. કારણ વગર કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. મૂડ ખરાબ રહેશે.

ફેમિલી- પાર્ટનરના સહકારથી સફળતા મળશે. કામમાં ઉત્સાહ પણ વધી શકે છે.

લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.

કરિયર- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં તમે ધારેલા કામ કરી શકશો. પરિસ્થિતિ પણ સારી બનશે. વિદ્યાર્થીઓ મહેનતપૂર્વક કોશિશ કરશો તો જ સફળતા મળશે.

હેલ્થ- આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

શું કરવું- મંદિરમાં પ્રસાદ ચઢાવવો.
……………………..

સિંહ રાશિ –

પોઝિટિવ- કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે. પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે સારો દિવસ. દુશ્મનોની ચાલ તમારા ઉપર હાવી નહીં થાય. દૂરના સગા દ્વારા સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવ- લોકોની ખોટી સલાહના કારણે નુકસાન થઈ શકે છે. મનની વાત કોઈને કહીં શકશો નહીં.

ફેમિલી- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.

લવ- પ્રેમ સંબંધ મધુર બનશે.

કરિયર- કામના સ્થળે સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. અમુક એવા કામ હશે જેનો ફાયદો તમને આગામી દિવસોમાં મળશે. કોઈ એક બાબતમાં તમને ભાગ્યનો સાથ પણ મળશે. કાયદાના વિષયો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે.

હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે.

શું કરવું- લોકોની મદદ કરતા રહેવું.
……………………….

કન્યા રાશિ –

પોઝિટિવ- સંતાન દ્વારા સારા સમાચાર મળી શકે છે. કરિયરમાં પ્રગતિ થશે. ભાગીદારીના ધંધામાં ફાયદો થશે. નવા નવા આઈડિયાનો સારો લાભ મળશે.

નેગેટિવ- પરીવારની જવાબદારીના લીધે ચિંતામાં વધારો થશે. પરિવારનું કોઈ કામ ભૂલી જવાથી વિવાદ થઈ શકે છે.

ફેમિલી- સામાજિક પ્રસંગમાં જવાનું થશે. ઘરમાં નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો.

લવ- પાર્ટનર તમને સરપ્રાઈઝ આપી શકે છે.

કરિયર- સરકારી કર્મચારીને સફળતા મળશે. કાયદાના વિદ્યાર્થીઓને સફળતા મળશે.

હેલ્થ- જૂની બીમારીમાં રાહત મળશે.

શું કરવું- સૂર્યને જળ ચઢાવવું.

……………………

તુલા રાશિ –

પોઝટિવ- લોકો તમારા કામના વખાણ કરશે. સરકારી કામ પૂરા થશે. સંપત્તિમાં વધારો થશે. નવું ઘર લેવાનું વિચારી શકો છો.

નેગેટિવ- લોકોનો વ્યવહાર તમારા પ્રત્યે બદલાઈ શકે છે. બીજાની વાતમાં આવીને ખોટું કામ ન કરવું.

ફેમિલી- તમારા અટકેલું કામ પાર્ટનરની મદદથી પૂરું થશે.

લવ- પાર્ટનરનો મૂડ સારો રહેશે.

કરિયર- બિઝનેસમાં ફાયદો થવાનો યોગ છે. નોકરીમાં પ્રમોશનની વાત થશે. કામ વધુ રહેશે. વિદ્યાર્થીઓને કોઈની મદદથી સફળતા મળશે.

હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાવા-પીવામાં સાવધાની રાખવી.

શું કરવું- ગરીબને ભોજન આપવું.

…………………..

વૃશ્ચિક રાશિ –

પોઝિટિવ- નવી ગાડી લેવાનું વિચારી શકો છો. નવા રોકાણથી ફાયદો થશે. ભાગ્યનો સાથ મળશે. આજનો દિવસ સારી રીતે પસાર થશે.

નેગેટિવ- મિત્રોના કારણે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. શેરબજારમાં સંભાળીને રોકાણ કરવું, નુકસાન થઈ શકે છે.

ફેમિલી- સંબંધો બગડી શકે છે.

લવ- આજે પ્રેમનો પ્રસ્તાવ કરી શકો છો.

કરિયર- સરકારી કર્મચારીને સફળતા મળશે. કાયદાના વિદ્યાર્થીઓને સફળતા મળશે.

હેલ્થ- પેટ ખરાબ થઈ શકે છે.

શું કરવું- ગાયને ઘાસ આપવું.

……………………..

ધન રાશિ –

પોઝિટિવ- આજનો દિવસ સારો રહેશે. બધા કામ સમયસર પૂરા થશે. ધનલાભ થઈ શકે છે. ચંદ્રમાની સ્થિતિ તમારા મુશ્કેલ કામને સરળ બનાવી રહી છે.

નેગેટિવ- કામમાં ગૂંચવણ થવાના કારણે સમયનો વ્યય થશે. સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. ઉતાવળ કરવી નહીં.

ફેમિલી- દિવસ સારો રહેશે.

લવ – લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.

કરિયર- બિઝનેસમાં મુશ્કેલી વધશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.

કરિયર- થાક અને આળસ રહેશે.

શું કરવું – ભગવાન શિવની પૂજા કરવી.

…………………….

મકર રાશિ –

પોઝિટિવ- ઘરમાં મહેમાન આવવાથી પરીવારમાં ખુશીઓ આવશે. સામાજિક પ્રસંગમાં જવાનું થશે. નવા લોકોને મળશો. મિત્રોની મદદથી કામમાં સફળતા મળશે.

નેગેટિવ- પતિ-પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે. ધનહાનિ થઈ શકે છે. ધારેલા કામ આજે પૂરા થશે નહીં.

ફેમિલી- પાર્ટનર સાથેના સંબંધો સુધારવામાં ધ્યાન આપવું પડશે.

લવ-લવ લાઈફમાં સમય પડકરજનક છે. પાર્ટનર તમારી વાતથી નારાજ થઈ શકે છે. સાચવીને બોલવું.

કરિયર- આજે કાર્યક્ષેત્રમાં ફાયદો થઈ શકે છે. ભણવામાં મન ન લાગવાથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાતાવરણમાં ફેરફાર થવાથી તમારી મુશ્કેલી વધી શકે છે.

શું કરવું- લક્ષ્મીજીની પૂજા કરવી.
…………………

કુંભ રાશિ –

પોઝિટિવ- માતા-પિતા દ્વારા સારા સમચાર મળી શકે છે. કામના સ્થળે તમારું સન્માન થઈ શકે છે. કામમાં આવતા અવરોધો દૂર થશે.

નેગેટિવ- ખર્ચમાં વધારો થશે. અચાનક ઘરમાં મહેમાન આવવાથી તમે પ્લાનિંગ મુજબ કામ કરી શકશો નહીં. સંતાનના કારણે ચિંતામાં વધારો થશે.

ફેમિલી- આજે જીવનસાથીનો સહકાર મળશે.

લવ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી વધશે. ફેશન અને ગ્લેમર સાથે જોડાયેલાં લોકોને સફળતા મળવાના હોય છે.

હેલ્થ- જૂની બીમારી મુશ્કેલી વધારશે.

શું કરવું- પીળા કલરની વસ્તુ મંદિરમાં ચઢાવવી.

…………………………….

મીન રાશિ – 

પોઝિટિવ- સંતાનની ચિંતા દૂર થશે. આવકમાં વધારો થશે. જીનવસાથી સાથે સંબંધ મધુર બનશે.

નેગેટિવ- કામનું ભારણ રહેશે. કામમાં મન લાગશે નહીં. ભાગદોડ રહેશે.

ફેમિલી- પાર્ટનરનો મૂડ સારો રહેશે.

લવ- લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

કરિયર- વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. મહેનતનું ફળ મળશે.

હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શું કરવું- તુલસીની પૂજા કરવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular