8 ડોલરનો નાસ્તો લેવા માટે બિલ ગેટ્સ લાઈનમાં ઊભા રહ્યા, ફોટા વાઈરલ

0
79

વોશિંગ્ટનઃ દુનિયાનાં બીજા સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સની સાદગીનાં ઘણા કિસ્સાઓ છે. માઈક્રોસોફ્ટ કંપનીના કર્મચારી પણ ઘણી વખત ગેટ્સને દુનિયાનાં સૌથી શ્રેષ્ઠ બોસ ગણાવી ચુક્યા છે. હવે સોશયલ મિડીયા પર વાઈરલ થયેલો એક ફોટો ગેટ્સની સાદગીનાં દાવાઓની સાક્ષી પુરાવે છે. આ ફોટામાં ગેટ્સ સિએટલનાં એક ફાસ્ટ ફુ઼ડ રેસ્ટોરામાં બહાર લાઈનમાં 8 ડોલર (500 રૂપિયા)નો બર્ગર-ફ્રાઈ અને કોકનો નાસ્તો લેવા માટે લઈનમાં ઊભા રહ્યા છે.

બિલ ગેટ્સ બર્ગરના શોખિન છે

ગેટ્સનાં આ ફોટાઓ તેમની કંપનીનાં પૂર્વ કર્મચારી માઈક ગેલોસે ફેસબુક પર શેયર કર્યો હતો. આ ફોટો સિએટલનાં ડિક્સ ડ્રાઈવ-ઈન રેસ્ટોરાંનો છે. ગેટ્સ બર્ગર ખાવાના શોખિન છે. તેઓ આજે પણ બર્ગર ખાવા માટે દુકાનમાં જાય છે.

પહેલી વખત માઈક્રોસોફ્ટનાં પૂર્વ કર્મચારીમાં પેજ પર શેયર થતા જ આ ફોટો વાઈરલ થયો હતો. ફોટાના કેપ્શનમાં ગેલોસે લખ્યુ કે, અરબોપતિ હોવા અને દેશને સૌથી મોટા પ્રમાણમાં દાન કરનાર હોવા છતા બર્ગર અને ફ્રાઈ લેવા માટે રસ્ટોરાંની બહાર લાઈનમા ઊભા રહેવું એ સામાન્ય માણસની હોવાની ઓળખ બતાવે છે.

ટ્રમ્પ પર નિશાન

વધુમાં ગેલોસે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે લખ્યું કે, ધનવાન લોકો વાસ્તિવક રીતે આ પ્રકારનો વ્યવહાર કરે છે. તેઓ વ્હાઈટ હાઉસમાં સોનાની સીટ પર બેસીને પોતાની જાતને ધનવાન બતાવવાનો પ્રયાસ નથી કરતા.

ફેસબુક  પર આ ફોટાને અત્યાર સુધી 15 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. આ ફોટાને 12000થી વધુ વખત શેયર પણ કરવામાં આવ્યો છે. ગેલોસે કહ્યું કે, બિલમાં સેલિબ્રિટી જેવા ગુણ સહેજ પણ નથી.

ગેટ્સને પહેલાથી જ સાદગી પસંદ છે

બિલ ગેટ્સ પહેલા પણ ઈન્ટરવ્યૂહમાં કહી ચુક્યા છે, તેમણે પોતાની જાતને ખાસ બતાવવાનો જરાય શોખ નથી. દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ તરીકે તેઓ કોઈ પણ મોંઘા રેસ્ટોરામાં જમી શકે છે. પરંતુ બિલ ગેટ્સનું કહેવુ છે કે એક સમય પછી નાના-મોટામાં કોઈ ફરક રહેવાનો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here