Wednesday, September 22, 2021
Home8 લાખની કિંમત ના ખોવાયેલા હીરા વેપારી ને પરત કર્યા
Array

8 લાખની કિંમત ના ખોવાયેલા હીરા વેપારી ને પરત કર્યા

સુરત : છેલ્લાં એક વર્ષમાં શહેરના હીરા બજારમાં હીરાનું પડીકું ખોવાઇ જવાની ચોથી મોટી ઘટના બની છે. ત્યારે શનિવારે શહેરના મિનિબજાર વિસ્તારમાં ખોવાયેલા 6 હીરાના પડીકા આજે તેના માલિકને સુપરત કરાયાં હતાં.હીરા બજાર સાથે સંકળાયેલો એક 14 હજારનો પગારદાર કર્મચારી 8 લાખની કિંમતના હીરા વેપારીને પરત આપ્યાં હતાં.હીરા પરત કરનારનું ડાયમંડ એસોસિએશન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

હીરાના પડીકાના માલિક અશોક ધામેલિયા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ગાડીની ડીકીમાં હીરા મુકતા હતા અને તેમાં પડીકા ગુમ થયા હતા. સાંજે 4:30ની આસપાસ આ ઘટના બની હતી અને ગણતરીની મિનિટોમાં જાણ પણ થઇ હતી. જે વ્યક્તિને પડીકા મળ્યા છે. તે પોતે 14 હજારનો પગારદાર વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, મળેલા હીરાના પડીકામાં મધ્યમ કક્ષાના હીરાનો માલ હોવાની સાથે તેની કિંમત 7 થી 8 લાખની આંકવામાં આવી રહી છે.આ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જ્ણાવ્યાનુસાર, 8થી 9 વ્યક્તિઓ આ હીરાના પડીકાની જાણ થતાં એસોસિએશનની ઓફિસ દોડી આવ્યા હતા. આ બધા એવા વ્યક્તિઓ છે કે જેમના હીરાના પડીકાઓ ભૂતકાળમાં ખોવાયા હતાં. પરંતુ આજે હીરાના પડીકા જડનાર હેમંત શંકર ભાવસારના હાથે તેના અસલ માલિકને હીરા પરત કરીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments