8 વર્ષની બાળકીના પેટમાં થઈ રહ્યું હતું ભયાનક દર્દ, સીટી સ્કૅનમાં નીકળી ચોંકાવનારી વસ્તુ

0
43

ચીનમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીંયા એક આઠ વર્ષની બાળકીના પેટમાં ભયંકર દુખાવો થઇ રહ્યો હતો. આ ઉપરાંત એને અટકી અટકીને ઉલ્ટીઓ પણ થઇ રહી હતી, ત્યારબાદ એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરે જ્યારે બાળકીનું સિટીસ્કેન કર્યું તો પેટની અંદરનો નજારો જોઇને એ હેરાન થઇ ગયા.

વાસ્તવમાં બાળકીના પેટમાં દોઢ કિલોનો વાળોનું ગૂંટડું હતું, જેને સર્જરી દ્વારા નિકાળવામાં આવ્યું. એક રિપોર્ટ અનુસાર બાળકીને બે વર્ષની ઉંમરથી જ વાળ ખાવાની ખરાબ લત લાગી હતી.

બાળકીની મા નું કહેવું હતું કે એને આ વર્ષની શરૂઆતથી જ આ ખરાબ આદત છોડી દીધી હતી, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં એ ખૂબ જ બિમાર થઇ ગઇ અને પેટમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને ઉલ્ટીઓનું લક્ષણ પણ જોવા મળ્યું.

 

મહિલાએ નોટિસ કર્યું કે એની બાળકીનું પેટ ખૂબ ફૂલી ગયું હતું. ત્યારબાદ એ બાળકીને લઇને ગુઆંગદોંગનો દોંગુઆ હોસ્પિટલ પહોંચી, જ્યાં પહેલા ડૉક્ટરોએ બાળકીનું પેટ ખાલી કરવા માટે ગેસ્ટ્રિક લેવેજનો ઉપયોગ કર્યો, પરંતુ બાળકીના પેટમાં ખાવાના અવશેષ મળ્યા નહીં. ત્યારબાદ બાળકીના પેટ દુખાવાના કારણ જાણવા માટે એના પેટનું સીટીસ્કેન કર્યું.

સીટિસ્કેનમાં ડૉક્ટરોને બાળકીના પેટની અંદર વાળની એક વજનદાર ગાંઠ જોવા મળી. આ ગાંઠ એકદમ પથ્થર જેવી થઇ ગઇ હતી. જો કે ડૉક્ટરોએ સર્જરી કરીને વાળના ગૂંચડાને પેટથી નિકાળ્યું.

ડૉક્ટરે જણાવ્યું કે બાળકોમાં વાળ ખાવાની આ આદત પિકાનું લક્ષણ છે. વાસ્તવમાં પિકા એક પ્રકારનો ઇટિંગ ડિસઑડર છે, જેમાં બાળકોમાં એવો સામાન ખાવાની લત લાગી જાય છે, જે પોષણરહિત હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here