Friday, December 3, 2021
Home8 સપ્તાહમાં રિપોર્ટ- મીડિયા કવરેજ પર પ્રતિબંધ, જાણો અયોધ્યા કેસમાં હવે શું...
Array

8 સપ્તાહમાં રિપોર્ટ- મીડિયા કવરેજ પર પ્રતિબંધ, જાણો અયોધ્યા કેસમાં હવે શું થશે

નવી દિલ્હી: રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય આવ્યો છે. છેલ્લાં ઘણાં દશકાઓથી ચાલી રહેલો આ વિવાદનો હવે મધ્યસ્થાથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. મંદિર પક્ષ અને મસ્જિદ પક્ષ પાસેથી મળેલા સૂચન પછી સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીઓની નામ નક્કી કર્યા છે. તેમણે બે મહિનાની અંદર જ બધા પક્ષ સાથે વાત કરવાની થશે. ત્યારપછી આ પેનલ તેમનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપશે.

આ વિવાદનો કેવી રીતે ઉકેલ આવશે તે જાણો
  • રામજન્મબૂમિ-બાબરી મસ્જિદ વિવાદને સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી માટે મોકલ્યો. તે માટે 3 મધ્યસ્થીઓના નામ નક્કી કરવામાં આવ્યા.
  • અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લા અને સીનિયર વકીલ શ્રી રામ પંચૂ આ પેનલમાં સામેલ છે.
  • આ પેનલે એક સપ્તાહની અંદર જ તેમની સુનાવણી શરૂ કરવી પડશે.
  • રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની મધ્યસ્થાની સંપૂર્ણ સૂનાવણી ફૈઝાબાદમાં થશે.
  • પેનલને 8 સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટને તેમનો રિપોર્ટ સોંપવો પડશે, જોકે આ દરમિયાન પેનલ સતત કોર્ટને સ્ટેટ્સ રિપોર્ટ સોંપશે.
  • ફેઝાબાદમાં થનારી સુનાવણી માટે સારી વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી પડશે.
  • મધ્યસ્થા દરમિયાન પ્રીન્ટ મીડિયા અને ટીવી મીડિયાપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલેકે સમગ્ર પ્રક્રિયાનું રિપોર્ટિંગ કરવામાં નહીં આવે.
ઘણી વખત થઈ ચૂક્યો છે આ પ્રયત્ન
નોંધનીય છે કે, આ પહેલાં પણ ઘણીવાર મધ્યસ્થીનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ દર વખતે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. જોકે આ પહેલીવાર થયું છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ કેસને મધ્યસ્થી પાસે મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની વિવાદાસ્પદ 2.77 એકર જમીન ત્રણ પક્ષકારો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે બરાબર વહેંચણીના અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના નિર્ણય વિરુદ્ધ દાખલ 14 અરજી પર સુનાવણી દરમિયાન મધ્યસ્થાના માધ્યમથી વિવાદનો ઉકેલ લાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments