દેશભરમાં ૧૨,૫૦૦ આયુષ કેન્દ્રો ખોલવામાં આવશે : વડાપ્રધાન

0
17

પીએમ નરેન્દ્ર મોદીએ  દેશભરમાં ૧૨,૫૦૦ આયુષ કેન્દ્રો ખોલવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં વન નેશન વન ટેક્સ અને વન નેશન વન મોબિલિટી કાર્ડની જેમ આયુષ ગ્રીડ સ્થાપીને આરોગ્ય ક્ષેત્રે પણ સમાનતા લાવવાની તાતી જરૂર છે. તેમણે કહ્યું કે ૧૨,૫૦૦માંથી ૪૦૦૦ આયુષ કેન્દ્રો આ વર્ષે જ શરૂ કરાશે. મોદીએ યોગ એવોર્ડ એનાયત કર્યા હતા અને યોગ ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર લોકોની યાદમાં ૧૨ ટપાલ ટિકિટ જારી કરી હતી. મોદીએ કહ્યું કે, દેશમાં ૧.૫ લાખ હેલ્થ અને વેલનેસ કેન્દ્રો ખોલવાનો લક્ષ્‍યાંક નક્કી કરાયો છે. તેમણે આધુનિક ટેક્નોલોજીને આયુર્વેદિક દવાઓની પરંપરા સાથે જોડવા ભાર મૂક્યો હતો. વધુ વ્યવસાયીઓને આ ક્ષેત્રે સક્રિય કરવા અનુરોધ કર્યો હતો. યોગ લોકોનું કલ્યાણ અને દુનિયાને ભારત સાથે જોડવાનું માધ્યમ બની ગયું છે તેમ તેમણે કહ્યું હતું.

ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે આયુષ અને યોગ બંને મહત્ત્વના પાયા

દિલ્હીના વિજ્ઞા।ન ભવનમાં યોગનું સંવર્ધન અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારને મોદીએ સન્માનિત કર્યા હતા. મોદીએ ૧૨ આયુષ સ્મારક ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. તેમણે ૧૦ આયુષ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોને ખુલ્લા મૂક્યાં હતાં. યોગ પુરસ્કારની જાહેરાત ૨૧ જૂને અગાઉ રાંચીમાં કરવામાં આવી હતી. ગયા વર્ષનાં બે વિજેતાઓને પણ પુરસ્કાર અપાયા હતા. જેમણે આયુર્વેદના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો તેમને મોદીએ યાદ કર્યા હતા.

આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરથી સૌને લાભ મળશે

આયુષના સંદર્ભમાં મોદીએ કહ્યું કે, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થઈ રહ્યું છે જેના લાભ સૌને મળશે. નવી હોસ્પિટલો બનવાથી મેડિકલને લગતી આખી ઈકો સિસ્ટમ વિકસિત થઈ રહી છે. નાના ગામડાઓ અને શહેરો તેમજ લોકોનાં ઘરની આસપાસ લોકોને આરોગ્ય સેવાઓ મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here