વાપી : ભંગારના ગોડાઉનમાં લાગેલી આગની ઝપેટમાં 8 ગોડાઉન : 6 ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

0
15

વાપીના રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે કોઇ કારણસર ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટા જોવા મળતા હતા. માત્ર ભંગારના જ ગોડાઉનમાં લાગેલી આગે વિકારળ રૂપ ધારણ કર્યું હતું અને નજીકમાં આવેલા અન્ય 8 જેટલા ગોડાઉનને પણ ઝપેટમાં લઇ લીધા હતા. જેના કારણે એ વિસ્તારમાં નાસભાગ મચી હતી. આગના બનાવની જાણ થતાં 6 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

8 ગોડાઉન આગની ઝપેટમાં આવ્યા

બનાવની વિગતો એવી છેકે, વાપીના રહેણાંક વિસ્તાર બલીઠામાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે આસપાસના અન્ય 8 ગોડાઉનને પણ પોતાની ઝપેટમાં લઇ લીધા હતા. આગના કારણે મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે. આ આગની ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ નથી.

ગોડાઉનની બાજુમાં આવેલી શાળાને પણ નુકસાન

માહિતી પ્રમાણે બલીઠામાં જે સ્થળેથી ભંગારનો વેપાર થાય છે તે સમગ્ર વિસ્તાર ગેરકાયદેસર છે અને આવા ગોડાઉન અહીંથી દૂર કરવા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તેનો ઉકેલ આવ્યો નથી ત્યારે આજે ભંગારના એક ગોડાઉનમાં આગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ ગોડાઉનની નજીકમાં જ એક સ્કૂલ આવેલી છે અને તેને પણ આગથી નુકસાન થયું હોવાના અહેવાલ છે. હાલ કોરોના મહામારીના કારણે શિક્ષણકાર્ય બંધ છે પરંતુ જો શાળાઓ શરૂ હોત અને આ પ્રકારે ભીષણ આગ લાગે તો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે તેવી ચર્ચા થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here