Thursday, August 5, 2021
No menu items!
Homeબેન્ક ક્રેડિટમાં 8 ટકા, જમા રકમમાં 9.92 ટકાનો વધારો : RBI
Array

બેન્ક ક્રેડિટમાં 8 ટકા, જમા રકમમાં 9.92 ટકાનો વધારો : RBI

અમદાવાદ : બેંકોની કુલ ક્રેડિટ આઠ નવેમ્બરે પૂર્ણ થયેલ પખવાડિયામાં 8.07 ટકાથી વધીને રૂ.98.47 લાખ કરોડ પર પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના તાજેતરના આંકડા દ્વારા તેની માહિતી મળી હતી. પાછલાં વર્ષના સમાન સમયગાળામાં તે રૂ.91.11 લાખ કરોડ હતું. આ અગાઉ 25 ઓક્ટોમ્બરે પૂર્ણ થતા પખવાડિયામાં બેંકોની લોન વાર્ષિક આધારે 8.90 ટકાથી વધીને 98.39 લાખ કરોડે પહોંચી હતી.

રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, 8 નવેમ્બરના રોજ પૂર્ણ થયેલ પખવાડિયામાં બેંકોનું જમા ગતવર્ષના સમાન અઠવાડિયાના 118.257 લાખ કરોડની સરખામણીએ 9.92 ટકા વધીને 129.98 લાખ કરોડ નોંધાયું છે. આ અગાઉ 25 ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થતા પખવાડિયામાં તે 10.25 ટકા વધીને 129.78 લાખ પર હતું. બિન ખાદ્ય લોનનનો વૃદ્ધિદર સપ્ટેમ્બર 2018ના 11.3 ટકાથી ઘટીને સપ્ટેમ્બર 2019માં 8.1 ટકા પર આવી ગયો છે. કૃષિ તથા તેનાથી સબંધિત ગતિવિધિઓના દેવાનો વૃદ્ધિદર આ દરમિયાન 5.8 ટકાથી વધીને 7 ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત સેવા ક્ષેત્રનો દેવા વૃદ્ધિદર 24 ટકાથી ઘટીને 7.3 ટકા, ઉદ્યોગ ક્ષેત્રનો દેવા વૃદ્ધિદર 2.3 ટકાથી વધીને 2.7 ટકા આઠ ખાનગી દેવા વૃદ્ધિદર 15.1 ટકાથી વધીને 16.6 ટકા થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments