Home અમદાવાદ અમદાવાદ : 8 પોલીસ ઈન્સપેક્ટરની આંતરિક બદલી, મણિનગર PI ને ક્રાઈમ બ્રાન્ચમાં...

અમદાવાદ : 8 પોલીસ ઈન્સપેક્ટરની આંતરિક બદલી, મણિનગર PI ને ક્રાઈમ બ્રાન્ચમાં મુકાયા

0
8

શહેરમાં PI ની આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બે દિવસ પહેલા 5 PI ની બદલી કર્યા બાદ વધુ 8 PI ની આંતરિક બદલી કરી છે. લિવ રિઝર્વમાં રહેલા PI જી.કે ભરવાડને વેજલપુર સેકન્ડ PI તરીકે, લિવ રિઝર્વમાં જ PI કે.ડી જાડેજાને શાહીબાગ સિનિયર PI તરીકે, જ્યારે શાહીબાગના PI એ.કે પટેલની કંટ્રોલરૂમમાં બદલી કરી દેવાઈ છે. કંટ્રોલરૂમ PI વી.ડી મોરીને SOG માં મુકાયા છે. મહત્વના ફેરફારમાં સરખેજ સિનિયર PI બી.બી ગોયલને મણિનગર સિનિયર PI તરીકે મુક્યા છે. જ્યારે મણિનગર PI એસ.એમ. પટેલને ઉચ્ચ લેવલેથી આવેલી એક કેસની પતાવટ નું ઇનામ આપી ક્રાઈમ બ્રાન્ચમાં (આર્થિક નિવારણ ગુના) મુકવામાં આવ્યા છે. ટ્રાફિક PI એસ.જી દેસાઈને સરખેજ સિનિયર PI તરીકે મુકવામાં આવ્યા છે. સ્પેશિયલ બ્રાન્ચમા PI એ.એલ.મહેતા ને સાબરમતી સેકન્ડ PI તરીકે મુકવામાં આવ્યા છે.

બે દિવસ પહેલા થયેલી બદલીઓમાં માધવપુરા પોલીસ સ્ટેશનના સિનિયર PI વી. એન. રબારીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં, ટ્રાફિક PI જે. એલ. ચૌહાણને મેઘાણીનગર સિનિયર PI તરીકે, ડી. જે. ચુડાસમાને મેઘાણીનગર સેકન્ડમાંથી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ PI તરીકે, સરદારનગર સેકન્ડ PI એમ. બી. બારડને માધવપુરા સિનિયર PI તરીકે, આર. એ. જાદેવને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાંથી ટ્રાફિક એલ ડિવિઝનમાં મુકાયા છે.

Live Scores Powered by Cn24news