Saturday, October 16, 2021
HomeMPમાં મંત્રીમંડળનું વિસ્તરણ : રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8...
Array

MPમાં મંત્રીમંડળનું વિસ્તરણ : રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો કેબેનિટ મંત્રી બન્યા, વિશ્વાસ અને ઈમરતીએ રાજ્યમંત્રી પદના શપથ લીધા

ભોપાલ. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કાર્યક્રમ રાજભવનમાં શરૂ થઈ ગયો છે.યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ એંદલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહ કેબિનેટ મંત્રી પદના શપથ લઈ ચુક્યા છે.

Shivraj Singh Chauhan Madhya Pradesh (MP) Cabinet Expansion Live Updates

વિશ્વાસ અને ઈમરતીએ રાજ્યમંત્રી પદના શપથ લીધા છે.કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રીઓની યાદી સોંપી હતી.

મળતી માહિતી પ્રમાણે, જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ નહોતી બની. આ તમામના નામ અંગે મોડી રાત સુધી અસંમજસ ચાલી હતી. સાથે જ ઘણા નવા ચહેરાઓને તક મળી શકે છે.

કેન્દ્રીય નેતૃત્વ તરફથી મળેલા આદેશો સાથે પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે બુધવારે ભોપાલ પહોંચ્યા હતા. ત્યારબાદ સીએમ નિવાસમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રદેશ પ્રભારી સહસ્ત્રબુદ્ધે અને સંગઠન મહામંત્રી સુહાસ ભગત વચ્ચે તમામ ગુંચવાળા અંગેની વાત થઈ હતી.

Shivraj Singh Chauhan Madhya Pradesh (MP) Cabinet Expansion Live Updates

પૂર્વમાં મંત્રીમંડળની સંખ્યા સીમિત રાખવાનો વિચાર હતો

મોડી રાતે મંત્રી બનાવાઈ રહેલા તમામ લોકોને ફોન કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર શુક્લા, ગૌરીશંકર બિસેન અને સંજય પાઠક પર સહમતિ નહોતી બની હતી, મોડી રાતે તેમને સીએમ હાઉસ બોલાવ્યા હતા. રાજેન્દ્ર પાંડે પણ દાવેદારી કરી રહ્યા હતા. તેમની સાથે પણ સહસ્ત્રબુદ્ધેએ વાત કરી હતી. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે પહેલા વિચાર હતો કે મંત્રીમંડળની સંખ્યા સીમિત રાખવામાં આવે, પરંતુ 28 મંત્રી બનાવાયા અને પાંચ મંત્રી પહેલાથી છે હવે પછી મંત્રીમંડળમાં માત્ર એક પદ જ ખાલી રહેશે.મપ્રમાં વિધાનસભા બેઠકોને ધ્યાનમાં રાખતા સીએમ સાથે 34 મંત્રી જ બનાવી શકાય છે.

ભાજપના 16, જેમાંથી 7 જૂના અને 9 નવા ચહેરાઓને તક મળશે

  1. ગોપાલ ભાર્ગવ
  2. ભૂપેન્દ્ર સિંહ
  3. યશોધરા રાજે સિંધિયા
  4. વિજય શાહ
  5. જગદીશ દેવડા
  6. બૃજેન્દ્ર પ્રતાપ સિંહ
  7.  વિશ્વાસ સારંગ
  8. પ્રેમ સિંહ પટેલ
  9. ઈંદર સિંહ પરમાર
  10. ઉષા ઠાકુર
  11. ઓમ પ્રકાશ સકલેચા
  12. ભારત સિંહ કુશવાહ
  13. રામકિશોર કાંવરે
  14. મોહન યાદવ
  15. અરવિંદ ભદૌરિયા
  16. રામ ખિલાવન પટેલ

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments