Monday, September 20, 2021
Homeવડોદરા : 8 મહિનાની બાળકી બામનું ઢાંકણું ગળી ગઈ,ઓપરેશન કરી માસૂમનો જાન...
Array

વડોદરા : 8 મહિનાની બાળકી બામનું ઢાંકણું ગળી ગઈ,ઓપરેશન કરી માસૂમનો જાન બચાવાયો

વડોદરા,

વડોદરા પાસે આવેલા પાદરામાં એક આઠ મહિનાની બાળકી રમત રમતમાં બામની ડબ્બીનું ઢાંકણું ગળી જતા તેની હાલત નાજુક થઈ હતી.જો કે બાળકીને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાઈ હતી જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું. સયાજી હોસ્પિટલની ડોક્ટર્સની ટીમ દ્વારા કરાયેલાં મિનિટના ઓપરેશનમાં બાળકીના ગળામાંથી ઢાંકણ કાઢી લેવાયું હતું.

મળતી વિગતો પ્રમાણે પાદરાના ચોકારી ગામે આઠ મહિનાની બાળકી ઘરમાં બામની ડબ્બીનું ઢાંકણ રમતી હતી. બાળકી રમતાં-રમતાં હાથમાં આવેલું ઢાંકણ ગળી ગઈ હતી. ઢાંકણ બાળકીના ગળામાં ફસાઈ ગયું હતું.

બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને તાત્કાલિક સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સયાજી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં બાળકીના ગળામાં ફસાયેલા ઢાંકણનું ચોક્કસ લોકેશન જાણવા માટે એક્સરે કઢાવાયો હતો.

બાળકીની અન્નનળીમાં આ પ્લાસ્ટિકનું ઢાંકણું ફસાયું હતું.બાળકીના ગળામાં ફસાયેલું ઢાકણું ઓપરેશન કરી બહાર કાઢયું હતું. ઓપરેશન બાદ બાળકીને બાળકોના આઇસીયુમાં વધુ સારવાર માટે દાખલ કરાઈ છે. હાલ બાળકીની તબિયત સ્થિર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments