કોરોના વડોદરા : રેડ ઝોન નાગરવાડામાં 4 સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 132 ઉપર પહોંચી

0
27

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 132 ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા 8 કેસ પૈકી રેડ ઝોન નાગરવાડામાં 4, સલાડવાડામાં 1,  નવાપુરામાં 1, વાડીમાં 1 અને ડભોઇમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

વડોદરામાં આજે નોંધાયેલા કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના નામ

નફિસબાનુ નૂરખાન પઠાણ (ઉ.58), સૈયદપુરા નાગરવાડા
ભૂપેન્દ્ર પુનમભાઇ રાજપૂત (ઉ. 30), માળી મોહલ્લો, વાડી
નિલોફર યુસુફખાન પઠાણ (ઉ.45), મુસ્લિમ બોર્ડિગ પાછળ, નાગરવાડા
રાજેન્દ્ર મોહનિસ (ઉ.35), ડભોઇ
હિતેશ બંસીલાલ પટણી (ઉ.52), આમલી ફળીયા, નાગરવાડા
સમાબેગમ ઇરફાનઅલી સૈયદ (ઉ.48), સૈયદપુરા, નાગરવાડા
સવેર્ણાબેન માર્વેકલ (ઉ.47), વાણિકલ પાયા, સલાટવાડા
હરીશભાઇ સદાશિવ જાધવ (ઉ.52), શિંદે ચાલ, કેવડાબાગ, નવાપુરા

આજથી વિવિધ વિસ્તારોમાં માસ સેમ્પલિંગની કામગીરી હાથ ધરાશે

વડોદરામાં જે રીતે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાગરવાડા સહિત મચ્છીપીઠ, કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ગાંધી નગરગૃહથી અમદાવાદી પોળથી ખત્રી પોળથી સયાજી હોસ્પિટલના રાઉન્ડ વિસ્તારમાં મોટી માત્રામાં લોકોના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. આજથી આ વિસ્તારોમાં માસ સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

સત્યમ એપાર્ટમેન્ટમાં કિલ્લેબંધીથી રહીશો અટવાયા

કારેલીબાગના આનંદનગરના સત્યમ એપાર્ટમેન્ટમાં 5 પોઝિટિવ કેસ આવ્યા બાદ ચારે તરફથી પતરા મારી દીધા છે. બીજી તરફ આ હાલતમાં શાકભાજીવાળાઓએ તો ચાર દિવસથી આ તરફથી મોં જ ફેરવી લીધુ છે અને દૂધના સાંસા પડી ગયા છે. સફાઇ કરવા કોઇ ફરકતુ નથી.

વધુ 12 વિસ્તારને ઓરેન્જ ઝોન જાહેર કરાયા

વડોદરા શહેરમાં કોરોનાના કહેરને નાથવા માટે હાથ ધરવામાં આવેલી ઝોનિંગ સ્ટ્રેટેજી મુજબ ઓરેન્જ ઝોનમાં વધુ 12 વિસ્તારની 12,170ની વસ્તીને આવરી લેવામાં આવી છે અને આ વિસ્તારમાં હવે એન્ટ્રી-એક્ઝિટ બંધ કરવામાં આવશે.

આ 12 વિસ્તારો ઓરેન્જ ઝોનમાં સામેલ કરાયા

વિસ્તાર જનસંખ્યા
બદરી મહોલ્લો 457
મોટી વ્હોરવાડ 2030
મેમણ કોલોની 860
ધનાની પાર્ક 722
પ્લેટેનિયમ સોસા 244
રિલીફ કોલોની 186
બાવમાનપુરા-1 1812
બાવમાનપુરા-2 2183
તાઇવાડ 1224
નવાપુરા 996
મહેંદીનગર 248
કોટિયાર્કનગર 1209
કુલ 12170

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here