જીએસટી ચોરી રોકવા કેન્દ્રનો ૯ મુદાનો એકશન પ્લાન

0
33

નવી દિલ્હી ઃ જીએસટી વસુલાત વધારવા માટે સરકારના શ્રેણીબદ્ધ પગલા વચ્ચે નવુ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ટેકસ ચોરી રોકવા માટે જુદા-જુદા નવ મુદા તૈયાર કરવામાં આવ્યા છે અને તેના આધારે તમામ છટકબારી બંધ થઈ જવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. રિફંડમાં ગેરરીતિ રોકવા માટે કેન્દ્ર તથા રાજયોના અધિકારીઓની સંયુક્ત પેનલ પણ ઘડવામાં આવશે.


કેન્દ્રીય મહેસુલ સચિવ અજય ભૂષણે દેશના તમામ કેન્દ્રીય તથા રાજયોના ચીફ જીએસટી કમિશ્નરોની બેઠક રાખી હતી તેમાં એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર-રાજયોના અધિકારીઓની પેનલને એક સપ્તાહમાં સ્ટાન્ડર્ડ પ્રોસીજર નકકી કરવા કહેવામાં આવ્યું છે. જેમે જાન્યુઆરી અંત સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. રીફંડના બોગસ દાવાઓ તથા ગેરરીતિ પકડવા માટે એકશન પ્લાન તૈયાર કરવાનું કામ આ પેનલને સોંપવામાં આવ્યું છે.
નિકાસકારોના રીફંડ કૌભાંડ રોકવા માટે વિદેશી રેમીટન્સને આજીએસટી સાથે લીંકઅપ કરાવાશે. રેમીટન્સ-રીફંડ માટે એક જ બેંક ખાતાની સૂચના આપવામાં આવશે. આ સિવાય જીએસટીએન સીબીડીટી તથા જીએસટી વિભાગ દર ત્રણ મહીને એકબીજાને આંકડાકીય માહિતીની આપ-લે કરશે એટલે કોઈ ગેરરીતિ હોય તો વ્હેલી તકે પકડી શકાય. આ માટે ત્રણેય વિભાગો વચ્ચે કરાર થશે. આ કદમની કૌભાંડ અટકવાનો તથા વસુલાત વધવાનો સરકારને વિશ્વાસ છે. જો કે, પ્રમાણિક કરદાતાઓને કોઈ હેરાનગતિ ન થાય તેની કાળજી રાખવાની તાકીદ કરવામાં આવી છે.
સરકારી વિભાગો રીઝર્વ બેંકની મદદથી કરદાતાઓના બેંકિંગ વ્યવહારો પર વોચ રાખવા માટે પણ ખાસ સિસ્ટમ વિકસાવશે. બેંક ખાતાની માહિતી માટે ફાઈનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટની પણ મદદ મેળવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here