Thursday, August 5, 2021
No menu items!
Homeઈમ્યૂનિટી વધારીને કોરોના સામે લડવું છે તો ખાવ 8 વસ્તુઓ, શરીર અંદરથી...
Array

ઈમ્યૂનિટી વધારીને કોરોના સામે લડવું છે તો ખાવ 8 વસ્તુઓ, શરીર અંદરથી બનશે મજબૂત અને લોહીની કમી પણ થશે દૂર

કોરોના વાયરસનો કોઈ ઈલાજ નથી અને તેને રોકવા માટે કોઈ રસી પણ હજી સુધી શોધાઈ નથી. ત્યારે તેનાંથી બચવા માટે એક જ રીત છે. પોતાની જાતને સંક્રમિત લોકોથી દૂર રાખવી. કોરોના વાયરસ એવા લોકોને જલ્દીથી પોતાની ચપેટમાં લે છે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ જ કારણે બધા જ એક્સપર્ટસ ઈમ્યૂન પાવરને સ્ટ્રોંગ બનાવવા માટે અમુક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે. ઈમ્યૂનિટીને મજબૂત કરવી કોઈ એક દિવસનું કામ નથી તેના માટે નિયમિતરૂપે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાનું હોય છે. આજે અમે તમને અમુક એવી જ વસ્તુઓ વિશે જણાવીશું તેનું નિયમિત સેવન કરવાથી ઈમ્યૂન પાવર વધારવાની સાથે સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવામાં મદદ મળી શકે છે. સૌથી મોટી વાત એ છેકે, આ વસ્તુઓ તમને સરળતાથી મળી પણ શકે છે. ભલે તમે આ વસ્તુઓને દરરોજ ખાતા હશો પરંતુ એક્સપર્ટ કહે છેકે, આ વસ્તુઓને પલાળીને ખાવાથી વધારે પોષણ મળે છે. આ વસ્તુઓમાં અંકુરિત દાળ, બદામ, મેથી અને કિશમિશ જેવી વસ્તુઓ સામેલ છે. જો જીવો ત્યાં સુધી દવાઓ ખાવાથી બચવા માંગો છો તો આજે જ આ વસ્તુઓને પલાળીને ખાવાનું શરૂ કરી દો.

કિશમિશ

આનાથી બ્લડ સર્કુલેશન પ્રોપર રહે છે. અને હ્રદયની બિમારીઓ સામે બચી શકાય છે. એટલું જ નહી આ સ્કિન માટે પણ ઘણી ફાયદાકારક છે. કિશમિશનું પાણી લીવર લોહીને તેજીથી સાફ કરે છે. અને પેટની સમસ્યાઓ, કબજીયાત જેવીમાં આરામ આપે છે.

અંકુરિત મગ દાળ

તેમાં ફાઈટિક એસિડ હોય છે. તેનાંથી કિડનીનાં પ્રોબ્લેમ્સ દૂર રહે છે અને ડિહાઈજેશન ઠીક રહે છે. મગદાળ ખાવાથી શરીરમાં સોડિયમની ઈફેક્ટ ઘટી જાય છે. જે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મગદાળમાં ભરપુર માત્રામાં સોલ્યૂબલ ફાઈબર હોય છે જે તમને ફલૅટ ટમી આપી શકે છે.

વરિયાળી

વરિયાળીને પલાળીને ખાવાથી કે તેનું પાણીનું સેવન કરવાથી યુરિનનાં પ્રોબ્લેમ્સથી બચી શકાય છે. કારણકે તેમાં ડાઈયૂરેટિક પ્રોપર્ટીઝ હોય છે જેનાંથી યુરિન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર રહે છે. એટલું જ નહી તે પાચનમાં દુરસ્ત રહે છે અને આંખોની રોશની તેજ થાય છે.

જીરું

તેમા પોટેશિયમ હોય છે. તેનાંથી હ્રદયની બિમારીઓ દૂર થાય છે અને બીપી કંટ્રોલમાં રહે છે. એટલું જ નહી, જીરાનું પાણી આયરનનો સારો સ્ત્રોત છે. આયરનની માત્રા ભરપુર હોવાને કારણે ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે. અને ઘણી બિમારીઓ દીર રહે છે.

અળસીના બીજ

અળસીનાં બીજમાં પ્રોટીન, આયરન ભરપુર હોય છે. તેને પલાળીને ખાવાથી મસલ્સ ટોંડ રહે છે. અને લોહીની કમી દૂર થાય છે. એટલું જ નહી તેનાંથી હાર્ટ પ્રોબ્લેમ્સ પણ દૂર રહે છે. અને મોનોપોઝ દરમ્યાન થતી સમસ્યાઓ ઓછી થાય છે.

મેથીદાણા

તેમાં ફોસ્ફોરસ હોય છે. તેનાં સેવનથી દાંત અને હાડકા મજબૂત થાય છે. મેથીનાં પાણીનું નિયમિત સેવન કરવાથી કિડનીની પથરીમાં આરામ મળે છે. વાસ્તવમાં મેથીમાં હાજર તત્વો પથરીને ઓગાળવામાં મહત્વની ભૂમિકા નીભાવે છે.

કાળી દ્રાક્ષ

આ બ્લડ સર્કુલેશનને સારું બનાવે છે. સાથે જ તેના સેવનથી રંગ ગોરો અને બીપી કંટ્રોલમાં રહે છે. શરદી-ખાંસી થઈ જાય તો રાત્રે સુતા પહેલાં દૂધમાં કાળી દ્રાક્ષનાં 2-3 દાણા ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ,તેમાં બીટા કેરોટીન હાજર હોય છે. કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ, તેનાંથી આંખોની રોશની તેજ થાય છે.

ખસખસ

તેમાં અલ્કેલાઈડ્સ હોય છે. તેનાંથી સાંધાનો દુખાવો દૂર થાય છે. અને કિડનીની સમસ્યાથી બચી શકાય છે. ખસખસ માનસિક તણાવમાં મુક્તિ આપવામાં મદદ કરે છે. એટલું જ નહી રાતે પાણીમાં પલાળીને સવારે ખસખસને ચહેરા અને વાળમાં લગાવવાથી ઘણા ફાયદા થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments