ભાજપનાં સાંસદ રીતા બહુગુણાની 8 વર્ષની પૌત્રીનું મોત : દિવાળીની રાતે ફટાકડાથી દાઝી હતી.

0
13

અલાહાબાદની સંસદીય સીટ પરથી ભાજપનાં સાંસદ રીતા બહુગુણા જોશીની આઠ વર્ષની પૌત્રીનું સોમવારે રાતે હોસ્પિટલમાં મોત થયું હતું. દિવાળીની રાતે ફટાકડા ફોડતી વખતે તે દાઝી ગઈ હતી. એ પછી પ્રયાગરાજની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. સ્થિતિમાં સુધારો ન થવાને કારણે પરિવારના સભ્યો તેને દિલ્હી લઈ જવા માગતા હતા. જોકે એ પહેલાં જ છોકરીનું મૃત્યુ થયું. બાળકી સાંસદના પુત્ર મયંક જોશીની પુત્રી હતી.

ડ્રેસમાં લાગી હતી આગ, છત પર દાઝી ગઈ હતી

અલાહાબાદનાં સાંસદ રીતા બહુગુણા જોશીનો પરિવાર દિવાળીના પ્રસંગે પ્રયાગરાજમાં પોતાના મ્યોર રોડ સ્થિત ઘર પર હતો. શનિવારે રાતે કિયા બીજાં બાળકો સાથે ઘરની છત પર રમવા ગઈ હતી. આ સમયે ફટાકડાને કારણે તેના કપડામાં આગ લાગી, જેને કારણ તે ગંભીર રીતે દાઝી હતી.

કપડામાં આગ લાગ્યા પછી કિયાએ ચીસો પાડી હતી. જોકે ઘરના સભ્યોને લાગ્યું કે બાળકો રમવાને કારણે અવાજ આવી રહ્યો છે. આ કારણે કોઈએ આ બાબતે ધ્યાન ન આપ્યું અને તેને કોઈ જોવા પણ ન ગયું. કોઈ ઘણા સમય પછી છત પર ગયું તો જોયું કે તે દાઝી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here