8 વર્ષ પછી : સચિન તેંદુલકર 21મી સદીનો બેસ્ટ બેટ્સમેન

0
0

ક્રિકેટની દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરને 21મી સદીનો સૌથી બેસ્ટ બેટ્સમેન પસંદ કરવામાં આવ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સના પૉલમાં સચિન તેંદુલકરે 21મી સદીના સૌથી બેસ્ટ બેટ્સમેનની રેસમાં શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાને માત આપી છે. સ્ટાર સ્પોર્ટ્સના કૉમેન્ટ્રી પેનલમાં વીવીએસ લક્ષ્મણ, ઇરફાન પઠાણ અને આકાશ ચોપડા જેવા દિગ્ગજ ખેલાડી સામેલ હતા.

સુનિલ ગાવસ્કરે જણાવ્યુ કે, સચિન તેંદુલકર અને કુમાર સંગાકારાની વચ્ચે 21મી સદીની સૌથી મહાન બેટ્સમેનની રેસમાં જબરદસ્ત ટક્કર જોવા મળી. સચિને આ ખિતાબ ત્યારે મળ્યો જ્યારે તે 8 વર્ષ પહેલા જ 2013માં ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. સચિન તેંદુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગના તમામ રેકોર્ડ નોંધાયેલા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 15,921 રન બનાવ્યા છે, અને તે લાંબા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાની યાદમાં 51 સદી સાથે સચિન તેંડુલકર પહેલા સ્થાને છે જ્યારે જેક કાલિસ 45 સદી સાથે બીજા સ્થાને છે.

17 વર્ષની ઉમરે તેણે પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી
સચિન તેંદુલકરે 16 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી લીધુ હતુ. એટલુ જ નહીં 17 વર્ષ 107 દિવસની ઉંમરમાં સચિન ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. 2002માં જ સચિનને વિઝડન દ્વારા વિશ્વનો સૌથી બેસ્ટ બેટ્સમેન જાહેર કર્યો હતો. સચિન તેંદુલકર દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી છે જેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી નોંધાયેલી છે. વનડે ક્રિકેટમાં પણ સૌથી વધુ રનનો રેકોર્ડ સચિનના નામે નોંધાયેલો છે. સચિન તેંદુલકર 8 વર્ષ પહેલા જ 2013માં ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here