Sunday, September 19, 2021
Home૫૦.૦૦૦ હજાર નું યોગદાન આપતા રાજકોટ કડિયા સમાજ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ...
Array

૫૦.૦૦૦ હજાર નું યોગદાન આપતા રાજકોટ કડિયા સમાજ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટ વિરોધના વંટોળ વચ્ચે અમરેલીમાં યોજાયેલું કડિયા મહાસંમેલન મૃત્યુ નિપજતા જામનગરના વૃદ્ધ મહિલા રમાબેન ખેતાણી ના પરિવારને આર્થિક સહાય પેટે રૂપિયા ૫૦.૦૦૦ હજારનું યોગદાન આપતા રાજકોટ કડિયા સમાજ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી

 

 

 

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ઓલ ઇન્ડિયા નું સંમેલન આજથી ત્રણેક માસ પહેલા અમરેલી ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં સમાજના આગેવાનો દ્વારા અંદરો અંદરના ઝઘડા થી આ સંમેલન વિવાદો ના ઘેરામાં સપડાયું હતું જે દરમ્યાન માં સંમેલનનો ગામે ગામથી બહિષ્કાર થવા લાગતા રાજકોટ કડીયા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા અનેક કાર્યક્રમો રાખી અને આ સંમેલનનો બહિષ્કાર કરવામાં આવેલો હતો તેમ છતાં પણ આ સંમેલનમાં કડિયા સમાજ ના ઘણા શહેરો માંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જામનગરના વૃદ્ધ મહિલા રમાબેન શાંતિલાલ ખેતાણી નું ચાલુ કાર્યક્રમ દરમિયાન એટેક આવતા મૃત્યુ થયું હતું.

કાર્યક્રમનો વિરોધ કરનાર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી સહિતના આગેવાનોને ચાલું કાર્યક્રમ દરમ્યાન મૃત્યુ થયાના સમાચાર મળતાં નરેન્દ્ર ભાઈ સોલંકી એ આર્થિક મદદ થવા માટે ૫૦.૦૦૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરેલી હતી.  ગુજરનાર વૃદ્ધ મહિલાના પરિવાર જનોની તપાસ કરતા તેઓ રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નંબર ૧૭ ના કોર્પોરેટર જયાબેન જેન્તીભાઈ ટાંકના વેવાણ શૈલેન્દ્રભાઈ ટાંક ના સાસુ આ કાર્યક્રમ માં ઉપસ્થિત હોય જે દરમિયાન તેમનું ઘટના સ્થળે જ એટેક આવતા મૃત્યુ નીપજયું હતું જેની જાણ થતાં આ રોકડ સહાય મૃત્યુ નીપજનાર રમાબેન ખેતાણી ના પુત્ર વિરેન્દ્ર ખેતાણી ને રાજકોટ કડિયા સમાજના કાર્યાલય ખાતે સમાજના આગેવાનો યુવાનો ની હાજરીમાં રાજકોટ કડિયા સમાજ ના પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ સોલંકી દ્વારા આર્થિક મદદરૂપ માટે થઈને રૂપિયા ૫૦.૦૦૦ હજારનું યોગદાન પરિવારજનો ને આજ રોજ રાજકોટ કડીયા સમાજના પ્રમુખશ્રી નરેન્દ્ર ભાઈ સોલંકી, જ્ઞાનેન્દ્ર સોલંકી, હસુભાઈ ચોટલીયા,વિરેન કાચા,આનંદ જાવીયા,મનોજ ગાંગાણી,હિતેશ રાઠોડ,દિપક ટાંક,વિશાલ વરુ, હસુ કાચા,તુષાર ટાંક,શૈલેષ ટાંક,સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments