કોરોના વર્લ્ડ : વિશ્વભરમાં 81.13 લાખ કેસ: બેઈજિંગમાં તમામ સ્પોર્ટ્સ સેન્ટર અને થિયેટર બંધ, 4 દિવસમાં 106 કેસ નોંધાયા

0
0

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 81 લાખ 13 હજારથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4 લાખ 39 હજારથી વધારે લોકોના મોત થયા છે. 42 લાખ 13 હજાર 284 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ચીનની રાજધાની બેઈજિંગમાં સંક્રમણ બીજો તબક્કો સામે આવી રહ્યો છે. અહીં ત્રણ દિવસમાં 106 કેસ નોંધાયા છે. સરકારે તમામ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને થિયેટર બંધ કરી દીધા છે. બેઈજિંગના તંત્રએ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરના અમુક ભાગમાં લોકડાઉન લગાવાયું છે. અહીં કુલ 46 હજાર લોકોના ટેસ્ટ કરાયા છે. રવિવાર અને સોમવારે અહીં 20 હજાર લોકોના ટેસ્ટ કરાયા છે.

ઈજિપ્તમાં એક દિવસમાં 97 લોકોના મોત

ઈજિપ્તમાં એક દિવસમાં 97 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1672 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 14 કલાકમાં 1691 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 46 હજાર 286 થઈ ગઈ છે. અહીં પ્રથમ કેસ14 ફેબ્રુઆરીના રોજ નોંધાયો છે. પ્રથમ મોત 8 માર્ચના રોજ થયું હતું.

અમેરિકા: કેસ 21.82 લાખથી વધારે

અમેરિકામાં 21 લાખ 82 હજાર 950 કેસ નોંધાયા છે. 1.18 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 8.90 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂયોર્ક રાજ્યમાં સૌથી વધારે કેસ 3 લાખ 83 હજાર 944 નોંધાયા છે. અહીં 30 હજાર 825 લોકોના મોત થયા છે.

ઈઝરાયલ: એક દિવસમાં 182 નવા કેસ

હેલ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ 24 કલાકમાં 182 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ સંક્રમિતોની સંખ્યા 19 હજાર 237 થઈ ગઈ છે. મૃત્યુઆંક 302 થયો છે. 15 હજાર 415 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સરકારે કહ્યું છે કે સ્કૂલ 20 જૂનને બદલે 1 જૂલાઈએ ખુલશે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ?

દેશ કેસ મોત
અમેરિકા 2,182,950 118,283
બ્રાઝીલ 891,556 44,118
રશિયા 537,210 7,091
ભારત 343,026 9,915
બ્રિટન 296,857 41,736
સ્પેન 291,189 27,136
ઈટાલી 237,290 34,371
પેરુ 232,992 6,860
ઈરાન 189,876 8,950
જર્મની 188,044 8,885
તુર્કી 179,831 4,825
ચીલી 179,436 3,362
ફ્રાન્સ 157,372 29,436
મેક્સિકો 150,264 17,580
પાકિસ્તાન 144,478 2,729
સાઉદી અરબ 132,048 1,011
કેનેડા 99,147 8,175
બાંગ્લાદેશ 90,619 1,209
ચીન 83,221 4,634
કતાર 80,876 76
દ. આફ્રિકા 73,533 1,568
બેલ્જિયમ 60,100 9,661
બેલારુસ 54,680 312
કોલંબિયા 53,063 1,726

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here