કોરોના દેશમાં : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 હજાર 911 દર્દી વધ્યા, 79 હજાર 202 દર્દી સાજા થયા, દેશમાં અત્યારસુધીમાં કોરોનાના 49.29 લાખ કેસ

0
0

દેશમાં કોરોનાના દર્દીઓનો આંક 49 લાખને પર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 81 હજાર 911 લોકો કોરોનાથી સંક્રમણ થયા છે. આ સાથે કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 49 લાખ 29 હજાર 543 થઈ છે. એમાં રાહતની વાત એ છે કે 38 લાખ 56 હજાર 246 લોકો સાજા પણ થયા છે.

દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી.

આ પહેલાં દિલ્હીના અન્ય ત્રણ ધારાસભ્યો ગિરીશ સોની, પ્રમિલા ટોકસ અને વિશેષ રવિને પણ સંક્રમણ લાગ્યું છે. સિસોદિયા સહિત ત્રણેય ધારાસભ્યો સોમવારે વિધાનસભા સત્રમાં સામેલ થઇ શક્યા ન હતા.

કોરોના અપડેટ્સ
કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા હતા એ પ્રમાણે, 83 સોમવારે હજાર 808 કેસ સામે આવ્યા હતા, જ્યારે 1054 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવનો આંક 49 લાખ 30 હજાર 237 થયો છે, જેમાં 9 લાખ 90 હજાર 61 એક્ટિવ કેસ છે. 38 લાખ 59 હજાર 400 દર્દી સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 80 હજાર 776 દર્દીનાં મૃત્યુ થયાં છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું હતું કે સોમવારે દેશમાં 10 લાખ 72 હજાર 845 કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી. આ રીતે 5 કરોડ 83 લાખ 12 હજાર 273 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 90 હજારથી વધુ થઇ ગઈ છે. સોમવારે સૌથી વધુ 2483 કેસ નોંધાયા છે, જ્યારે એક જ દિવસમાં 29 લોકોનાં મોત પણ થયાં છે, જેમાંથી 12 ગ્વાલિયર જિલ્લામાં છે. છીંદવાડામાં 9 અને ભોપાલમાં 5 લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સંક્રમણનો દર પણ 11.9% પર પહોંચી ગયો છે. જો રાજ્યમાં આ જ ગતિએ કેસ વધતા રહેશે તો, 21 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક લાખને પર થઇ જશે.

મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે સરકાર હવે લોકોને કોરોનાની ભયાનકતા વિશે જણાવશે, જેથી લોકો ડરે અને પોતાનું ધ્યાન રાખે. સામાજિક, ધાર્મિક,વેપારિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓએ સક્રિય થવું પડશે અને કોરોનાથી બચવા માટેની સાવધાનીઓ જણાવવી પડશે.

રાજસ્થાન

રાજ્યમાં સોમવારે રેકોર્ડ 1700થી વધુ નવા કેસ સામે આવ્યા હતા તેમજ 14 દર્દીઓ મોતને ભેટ્યા હતા. મૃતકોમાં જયપુર, અજમેર, બિકાનેર અને જોધપુરના 2-2 જ્યારે ધોલપુર, કોટા, સીકર, ઝાલાવાડ, કરોલી અને ઉદયપુરના એક-એક દર્દી સામેલ છે. જ્યારે જોધપુર સ્થાનિક તંત્ર દ્વારા જાહેર રિપોર્ટમાં 9 લોકોનાં મૃત્યુ થયાંનું જણાવાયું છે.

રાજધાની જયપુરમાં મૃત્યુઆંક 301 પર પહોંચી ગયો છે. રાજ્યના 24% મૃત્યુ જયપુરમાં જ થયાં છે. જયપુરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહી. કોવિડ ટેસ્ટિંગ વિશે વાત કરીએ તો, જોધપુર મે, જૂન અને જુલાઈમાં આગળ હતું, પરંતુ 14 સપ્ટેમ્બર સુધીના આંકડાના હિસાબે જયપુર આગળ છે.

બિહાર

રાજ્યમાં સોમવારે એક લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા એક અઠવાડિયામાં થઈ રહેલા ટેસ્ટની સરખામણીએ આ સંખ્યા ઓછી છે. તેમ છતાં રાજ્યમાં 49.9 લાખ લોકોનાં સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

દરમિયાન સોમવારે પટના જિલ્લામાં 198 દર્દી મળી આવ્યા હતા. જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 23924 થઈ છે. એમાંથી 21882 દર્દી સાજા થઇ ચૂક્યા છે. હાલમાં ત્યાં 1944 એક્ટિવ કેસ છે. રિકવરી દર 91% થઇ ગયો છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં સોમવારે કોરોનાના 17 હજાર 66 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 15 હજાર 789 ડિસ્ચાર્જ થયા છે અને 257 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યોમાં કુલ કેસની સંખ્યા વધીને 10 લાખ 77 હજાર 374 થઇ ગઈ છે. એમાં 7 લાખ 55 હજાર 850 લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 2 લાખ 91 હજાર 256 દર્દીની હજી સારવાર ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના ગવર્નર રહેલા ભાજપના સિનિયર નેતા કલ્યાણ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રસોઈયાનો ત્રણ દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ શરૂઆતનાં લક્ષણો દેખાતાં આરોગ્ય વિભાગે કલ્યાણ સિંહનું સેમ્પલ લીધું હતું, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 17 મંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here