Saturday, September 25, 2021
Homeસંકટમાંથી બહાર આવવા પ્રેસિડન્ટની 30 દિવસ સુધી વીજળી રાશનિંગની જાહેરાત
Array

સંકટમાંથી બહાર આવવા પ્રેસિડન્ટની 30 દિવસ સુધી વીજળી રાશનિંગની જાહેરાત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોએ 30 દિવસો સુધી વીજળીના રાશનિંગની જાહેરાત કરી છે. નેશનલ ટીવીમાં પોતાના સંબોધનમાં તેઓએ લોકોને સહયોગની અપીલ કરી છે. માદુરોએ કહ્યું કે, તેઓને ખ્યાલ છે કે, વીજળી સંકટ ના કારણે ઘણાં બધા લોકો તેઓને જોઇ શકતા નથી. પરંતુ તેઓ આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવશે . વેનેઝૂએલામાં છેલ્લાં બે મહિનાથી રાજકીય સંકટ ઘેરાયું છે. વિરોધપ્રદર્શનોના કારણે આખા દેશમાં બ્લેકઆઉટ ની સ્થિતિ પેદા થઇ છે. જેના કારણે આખા દેશની સ્કૂલો અને કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થિતિ એવી છે કે, વેનેઝૂએલામાં આ સમયે તેલ સસ્તું અને પાણી મોંઘુ થઇ ગયું છે.

વીજળીનું રાશનિંગ કરશે માદુરો સરકાર

વીજળીના રાશનિંગનો અર્થ તેનું સંરક્ષણ કરવાનો છે. વેનેઝૂએલામાં ગંભીર વીજળી સંકટના કારણે લોકોને પાણી સુદ્ધાં નથી મળી રહ્યું. સરકાર વીજળીનું સંરક્ષણ કરીને સૌથી પહેલાં લોકો સુધી પાણી પહોંચાડવાનું કામ કરશે. ઉર્જા સંરક્ષણ નું પગલું ઇમરજન્સીના સ્થિતિમાં ઉઠાવવામાં આવે છે.
અહીં તેલથી મોંઘુ પાણી છે

આ લેટિન અમેરિકન દેશ લાંબા સમયથી આર્થિક મંદી સામે ઝઝૂમી રહ્યો છે. આ દુનિયાના મોટાં ઓઇલ પ્રોડ્યૂસરમાંથી છે. અહીં ક્રૂડ ઓઇલ પાણીથી પણ સસ્તું છે. ગ્લોબલ પેટ્રોલ પ્રાઇઝ.કોમ અનુસાર, અહીં દરેક સમયે તેલની કિંમત પાણી થી અનેકગણી ઓછી છે. એકતરફ લાંબા સમયથી સત્તાધિન માદુરો દેશની અર્થવ્યવસ્થા પાટા પર નથી લાવી શક્યા. ત્યાં તેમના સરમુખત્યારશાહી વલણના કારણે વેનેજૂએલાના અમેરિકા સાથે સંબંધ અત્યંત ખરાબ થઇ ગયા છે. જો કે, તેને રશિયન સંરક્ષણ મળેલું છે.

વિપક્ષ માદુરોને ખુરશી ખાલી કરાવવાની માગણી કરી રહ્યા છે અને તેઓને આર્થિક બરબાદીનું કારણ ગણાવી રહ્યા છે. માદુરો પર વિપક્ષ પોતાના અધિકારોનો દુરૂપયોગ કરવાનો આરોપ પણ લગાવતું રહ્યું છે.

વિપક્ષના નેતા ગોઇદોને ટ્રમ્પનું સમર્થન

વિપક્ષના નેતા ખુગાન ગોઇદોને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મળેલું છે. તેઓએ બુધવારે લોકોને અપીલ કરી હતી કે, વીજળી સંકટ માટે તેઓ સડકો પર ઉતરીને વિરોધ વ્યક્ત કરે.

વેનેઝૂએલા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન એકઠું કરવા માટે રેલી પર નિકળેલી ગોઇદોની પત્નીનું બુધવારે વ્હાઇટ હાઉસ માં સ્વાગત કરવામાં આવ્યું. ટ્રમ્પે કહ્યું કે, અહીં જે કંઇ પણ થઇ રહ્યું છે, તે ના થવું જોઇએ. અમે વેનેઝૂએલાના લોકોની સાથે છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments