કોરોના ઈન્ડિયા : 81,997 કેસ, મૃત્યુઆંક-2,649ઃ મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર,તમિલનાડુ બીજા નંબરે

0
0

નવી દિલ્હી.  દેશમાં અત્યાર સુધી 81,997 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2,649 લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં 27,969 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ હવે તમિલનાડુ 9674 દર્દીઓ સાથે બીજા નંબરે આવી ગયું છે. સાથે જ ગુજરાત 9,592 સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે. આ તમામ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

 અપડેટ્સ 

  • મુંબઈમાં હોટ સ્પોટ વિસ્તારમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
  • સુપ્રીમ કોર્ટના જજે પોતાને અને પરિવારને ક્વૉરન્ટી કરી લીધા છે. જજના ઘરનો રસોઈ કરતો વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો છે. રસોઈયો 7 મેથી રજા પર હતો અને ગઈ કાલે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • આંધ્રપ્રદેશની સરકાર પ્રવાસી મજૂરોની મદદ માટે રાજ્યના હાઈવે પર રિલીફ કેમ્પ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેથી પગપાળા જઈ રહેલા પ્રવાસી ત્યાં આરામ કરી શકે.
  • તમિલનાડુ 9,647 દર્દીઓ સાથે દેશભરમાં બીજા નંબરે
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 27,524 6,059 1,019
તમિલનાડુ 9,674 2,240 66
ગુજરાત 9,592 3,753 586
દિલ્હી 8470 3045 115
રાજસ્થાન 4534 2638 125
મધ્યપ્રદેશ 4426 2171 237
ઉત્તરપ્રદેશ 3902 2072 88
પશ્વિમ બંગાળ 2377 768 215
આંધ્રપ્રદેશ 2,205 1192 48
પંજાબ 1935 223 32
તેલંગાણા 1414 952 34
બિહાર 999 400 07
કર્ણાટક 987 460 35
જમ્મુ કાશ્મીર 983 485 11
હરિયાણા 818 439 11
ઓરિસ્સા 624 158 03
કેરળ 561 493 04
ઝારખંડ 203 87 03
ચંદીગઢ 191 37 03
ત્રિપુરા 156 29 00
આસામ 87 40 02
ઉત્તરાખંડ 78 50 01
હિમાચલ પ્રદેશ 74 35 03
છત્તીસગઢ 60 56 00
લદ્દાખ 43 22 00
આંદામાન-નિકોબાર 33 33 00
ગોવા 15 07 00
મેઘાલય 13 11 01
પુડ્ડુચેરી 13 09 00
મણિપુર 03 02 00
મિઝોરમ 01 01 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 01 00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here