કોરોના વર્લ્ડ : વિશ્વભરમાં 82.66 લાખ કેસ: સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- દક્ષિણ અમેરિકામાં મહામારીના કારણે ભૂખમરાનો ભય નકારી ન શકાય

0
6

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના 82.66 લાખ કેસ નોંધાયા છે. જેમા 4.46 લાખથી વધારે લોકોના મોત થયા છે. 43 લાખ 23 હજાર 357 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં ગરીબીમાં જીવી રહેલા 8 કરોડથી વધારે લોકો માટે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. મહામારીના કારણે આ દેશોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. UNએ આ દેશોમાં રહેનાર લોકોની મદદ કરવા માટે આંતરાષ્ટ્રિય એકતાની અપીલ કરી છે.

 

અમેરિકામાં 22 લાખથી વધારે કેસ

અમેરિકામાં અત્યાર સુધીમાં 22 લાખ 8 હજાર 400 કેસ નોંધાયા છે. 1.19 લાખ લોકોના મોત થયા છે. 9 લાખ 3 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝિલમાં 24 કલાકમાં 34 હજાર 918ના મોત

બ્રાઝીલમાં પણ સંક્રમણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. અહીં 9 લાખ 28 હજાર 834 કેસ નોંધાયા છે. 45 હજાર 456 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 34 હજાર 918 કેસ નોંધાયા છે અને 1282 લોકોના મોત થયા છે. અમેરિકા પછી બીજો સૌથી સંક્રમિત દેશ છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ?

દેશ કેસ મોત
અમેરિકા 2,208,400 119,132
બ્રાઝીલ 928,834 45,456
રશિયા 545,458 7,284
ભારત 354,161 11,921
બ્રિટન 298,136 41,969
સ્પેન 291,408 27,136
ઈટાલી 237,500 34,405
પેરુ 237,156 7,056
ઈરાન 192,439 9,065
જર્મની 188,382 8,910
ચીલી 184,449 3,383
તુર્કી 181,298 4,842
ફ્રાન્સ 157,716 29,547
મેક્સિકો 154,863 18,310
પાકિસ્તાન 154,760 2,975
સાઉદી અરબ 136,315 1,052
કેનેડા 99,467 8,213
બાંગ્લાદેશ 94,481 1,262
ચીન 83,265 4,634
કતાર 82,077 80
દ. આફ્રિકા 76,334 1,625
બેલ્જિયમ 60,155 9,663
બેલારુસ 55,369 318
કોલંબિયા 54,931 1,801