બિહાર : 23 જિલ્લામાં વીજળી પડવાથી 83ના મોત, મુખ્યમંત્રીએ 4 લાખના વળતરની જાહેરાત કરી, 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

0
6

પટણા. બિહારમાં ગુરૂવારે વીજળી પડવાથી 23 જિલ્લામાં 83 લોકોના મોત થયા હતા. ગોપાલગંજમાં 14, મધુબની અને નવાદામાં 8-8 તેમજ સીવાન-ભાગલપુરમાં 6-6 લોકોના મોત થયા હતા. દરભંગા, પૂર્વી ચંપારણ અને બાંકામાં 5-5 લોકોના મોત થયા હતા. ખગડિયા અને ઔરંગાબાદમાં 3-3 તેમજ પશ્વિમી ચંપારણ, કિશનગંજ, જહાનાબાદ, જમુઇ, પૂર્ણયા, સુપૌલ, કૈમૂર તેમજ બક્સરમાં 2-2 લોકોના મોત થયા હતા. સમસ્તીપુર, શિવહર, સીતામઢી અને મધેપુરામાં એક એક વ્યક્તિનું મોત થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ માહિતી આપી છે.

મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનમાં સાવધાની રાખે અને વરસાદ દરમિયાન ઘરમાં અથવા સુરક્ષિત સ્થળે જ રહે.

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કટિહાર, ભાગલપુર, બાંકા, મુંગેર, ખગડીયા અને જમુઇમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દેશમાં ત્રણ સિસ્ટમ્સ સક્રિય છે. ઉત્તર છત્તીસગ અને મધ્યપ્રદેશમાં ચક્રવાતની હવા જોવા મળે છે. આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર-પૂર્વ તરફ જશે અને બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના તરાઇ વિસ્તારોની નજીક પહોંચી જશે. 27 જૂન સુધી તરાઇ વિસ્તારોમાં પણ ચોમાસાની અસર રહેશે. આને કારણે બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ , 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વ તરફથી હવા આવશે.