84 સિખ દંગાને યુપીનાં પૂર્વ ડીજીપીએ બતાવ્યો રાજીવ ગાંધીનો આદેશ, કહ્યુ આ નરસંહાર હતો

0
23

દેશમાં આજે 84 સિખ દંગા ચુંટણીને ધ્યાને લઇને વધુ ચર્ચામાં બન્યા છે. ભાજપ આ મુદ્દે કોંગ્રેસ પર વાર કરવાની તકને છોડી રહી નથી. તો બીજી તરફ સૈમ પિત્રોડા દ્વારા આપવામાં આવેલ નિવેદન ‘જે થયુ તે થયુ’ પર તે બેકફુટ પર જઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જો કે આ મામલાને હવે એક નવો વળાંક યુપીનાં પૂર્વ ડીજીપીએ આપ્યો છે. યુપીનાં પૂર્વ ડીજીપી સુલખાન સિંહએ એક ફેસબુક પેઝ પર પોસ્ટ શેયર કરી છે. જેમા તેમણે ઉલ્લેખ કર્યો છે કે, 1984માં સિખ દંગા નહી પણ રાજીવ ગાંધીનાં આદેશ પર તેમના મનપસંદ અને વિશ્વાસપાત્ર નેતાઓ દ્વારા પોતે ઉભા રહીને કરવામા આવેલો નરસંહાર છે.

લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે નેતાઓ પક્ષ અને વિપક્ષનાં હોય તે કમજોરી શોધવાનો પૂરો પ્રયત્ન કરતા હોય છે ત્યારે જો ભાજપનાં હાથમાં આવા સળગતા મુદ્દા આવે ત્યારે કોંગ્રેસ માટે ચિંતા સ્વાભાવિક બની જાય છે. 1984 સિખ દંગા કોંગ્રેસ માટે એક ખરાબ સ્વપ્ન બરાબર છે. ત્યારે આ સળગતા મુદ્દામાં ઘી હોમવાનું કામ યુપીનાં પૂર્વ ડીજીપી સુલખાન સિંહએ કર્યુ છે. 1980 બેંચનાં આઇપીએસ અને યુપીનાં ડીજીપી રહી ચુકેલા સુલખાન સિંહએ લખ્યુ છે કે, ‘ઈંન્દિરા ગાંધીનાં હત્યાનાં દિવસે હુ પંજાબ મેલ ટ્રેનથી લખનઉથી વારાણસી જઇ રહ્યો હતો. ટ્રેન અમેઠી સ્ટેશન પર ઉભી હતી, ત્યારે એક વ્યક્તિ કે જે તે સમયે જ ટ્રેન પર ચઠ્યો હતો. તેણે કહ્યુ કે, ઈંન્દિરા ગાંધીને ગોળી મારવામાં આવી છે. વારાણસીમાં બીજા દિવસ સુધી કઇ જ થયુ નહતુ. ત્યારબાદ યોજના બનાવીને ઘટનાઓને ગઠવામાં આવી. જો જનતાનો ગુસ્સો આઉટ બર્સ્ટ હોત તો દંગા તુરંત જ શરૂ થઇ ગયા હોત. સુલખાન સિંહએ દાવા સાથે કહ્યુ કે, એક યોજનાબદ્ધ રીતે કરવામાં આવેલો નરસંહાર શરૂ કરવામાં આવ્યો.

સુલેખાન સિંહએ સમગ્ર ઘટનાને દંગા નહી પણ એક નરસંહાર બતાવ્યો હતો. તેમણે આ મુદ્દે વધુ જણાવ્યુ કે, તે સમયે રાજીવ ગાંધીનાં ખાસ વિશ્વાસપાત્ર કમલનાથ મોનિટરિંગ કરી રહ્યા હતા. તેમણે લખ્યુ કે, નરસંહાર પર રાજીવ ગાંધીનું નિવેદન અને તે દરેક કોંગ્રેસીઓનાં સંરક્ષણની સાથે સાથે સારા પદો પર તાબિદ કરવા તેમની સંડોવણીનાં સ્વીકાર્ય પુરાવા છે. રાજીવ ગાંધીની મૃત્યુ બાદ પણ કોંગ્રેસ સરકારો દ્વારા આ વ્યક્તિઓને સંરક્ષણ તથા પુરુસ્કૃત કરાવવું આ દરેકની સહમતી દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here