Friday, February 14, 2025
HomeગુજરાતKHEDA : આંકલાવમાં 86, ઓડમાં 61 અને બોરિયાવી પાલિકામાં 46 ફોર્મ માન્ય

KHEDA : આંકલાવમાં 86, ઓડમાં 61 અને બોરિયાવી પાલિકામાં 46 ફોર્મ માન્ય

- Advertisement -

આણંદની ઓડ, આંકલાવ અને બોરિયાવી નગરપાલિકાની ચૂંટણી માટે રજૂ કરાયેલા ઉમેદવારીપત્રોની સોમવારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્રણેય પાલિકા પૈકી માત્ર ઓડ પાલિકામાંથી એક ફોર્મ રદ કરાયું હતું, જ્યારે આંકલાવમાં ૮૬, બોરિયાવીમાં ૪૬ અને ઓડમાં ૬૧ ઉમેદવારીપત્રોને માન્ય રાખવામાં આવ્યા હતા.

આણંદ જિલ્લાની આંકલાવ, ઓડ અને બોરિયાવી નગરપાલિકાની ૭૨ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા ગત શનિવારે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં.

સોમવારે પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોના નામ, બાકી લેણાં, ટેકો આપનારાની સહી સહિતની વિગતો ચકાસવામાં આવી હતી.

ફોર્મ ચકાસણીના અંતે ઓડ પાલિકામાંથી એક ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. જ્યારે આંકલાવમાં ૮૬, બોરિયાવીમાં ૪૬ અને ઓડ પાલિકામાં ૬૧ ઉમેદવારીપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. પરિણામે ૭૨ બેઠકો માટે ઉમેદવારી નોંધાવનારા ૧૯૩ ઉમેદવારોએ મતદારોને રીઝવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

જોકે, મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ ત્રણ પાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ચૂંટણી જંગ ખેલનારા ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે.

આંકલાવમાં વોર્ડ દીઠ ઉભેલા ઉમેદવારો

વોર્ડ

ઉમેદવારો

૧૭

૧૫

૧૬

૧૫

૧૦

૧૩

બોરિયાવીમાં વોર્ડ દીઠ ઉભેલા ઉમેદવારો

વોર્ડ

ઉમેદવારો

આઠ

નવ

આઠ

નવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular