ગુજરાત : રાજ્યમાં 24 કલાકમાં 872 નવા પોઝિટિવ કેસ : કુલ કેસ 41,026 : 10,308 દર્દીઓ સારવાર હેઠળ છે

0
8

ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુદર 4.96 ટકા છે. શનિવારે ગુજરાતમાં કોરોનાને કારણે દસ લોકોના મૃત્યુ નોંધાયા છે. 25 એપ્રિલ બાદ ગુજરાતમાં ક્યારેય મૃત્યુનો આંક દસથી નીચો નોંધાયો નથી અને સતત વધતો જ રહ્યો હતો. શનિવારે ગુજરાતમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા અને આ સાથે કુલ કેસનો આંકડો 41,026 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાને કારણે 2,034 લોકોના મૃત્યુ નોંધાયા છે.

સરકાર મૃત્યુદર નીચો લાવવા મથી રહી છે

હાલ રાજ્યમાં કોરોનાગ્રસ્ત હોય તેવા કુલ એક્ટિવ દર્દીઓનો આંકડો 10,308 છે. જ્યારે જે કુલ કેસના પચીસ ટકા કરતાં વધુ છે. છેલ્લાં સપ્તાહમાં ગુજરાતમાં એક્ટિવ કેસનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે રીકવરી રેટ ઘટી રહ્યો છે. ગુજરાતમાં હાલ રીકવરી રેટ 69.92 ટકા પર છે, અગાઉ આ રેટ 73 ટકા સુધી પહોંચ્યો હતો. જો કે હાલ ગુજરાત સરકારનું સંપૂર્ણ ધ્યાન રાજ્યમાં મૃત્યુદર નીચો લાવવા પર છે.

73 દર્દીની તબિયત નાજુક

શનિવારે 502 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો અને આ સાથે રીકવર થયેલાં કુલ દર્દીઓનો આંક 28,685 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં સારવાર હેઠળ હોય તેવા દર્દીઓ પૈકી 73 લોકોની હાલત નાજુક હોઇ તેઓને વેન્ટિલેટર પર રખાયા છે. ગુજરાતમાં 3.16 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે કુલ 4.57 લાખ સેમ્પલની ચકાસણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here