સુશાંત કેસમાં CBI તપાસનો 8મો દિવસ : આજે એમ્સ પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ સોંપી શકે છે, નાર્કોટિક્સ બ્યુરો પણ તપાસ શરુ કરશે

0
0

એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં આજે CBI તપાસનો 8મો દિવસ છે. CBIએ આજે ફરીથી રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિક ચક્રવર્તી અને સિદ્ધાર્થ પીઠાણીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની પણ પૂછપરછ થઇ શકે છે. ગુરુવારે EDએ તેમની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી . તેમને એક્સિસ બેંકની એક બ્રાંચમાં લઇ જઈને સવાલ-જવાબ કર્યા હતા. આ દરમિયાન તેમના લોકરની પણ તપાસ કરી. દિલ્હીથી મુંબઈ આવેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ આજે આ કેસમાં ડ્રગ્સ એન્ગલથી પોતાની તપાસ શરુ કરશે.

ગુરુવારે CBIએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પીઠાણી, કુક નીરજ સિંહ અને કેશવ સાથે 14 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ મુંબઈ સ્થિત DRDOના ગેસ્ટહાઉસમાં થઇ. શોવિકના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. CBIએ સાતમા દિવસે પણ પીઠાણીની પૂછપરછ કરી.

આજે એમ્સ સુશાંતનાં પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ આપી શકે છે

સુશાંતનાં પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટની ફોરેન્સિક તપાસ કરી રહેલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ પોતાનો રિપોર્ટ CBIને સોંપી શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, એમ્સની એક ટીમ સોમવારે મુંબઈ આવી શકે છે. ટીમ પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર્સને મળશે. ગુરુવારે એમ્સમાં ફોરેન્સિક તપાસ ટીમના હેડ ડોક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે, સુશાંતનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી વસ્તુઓ અધૂરી છે. હવે હત્યાના એન્ગલ થી તપાસ થવી જોઈએ. સુશાંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં રાખેલો હતો.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ 20 લોકોની પૂછપરછ કરશે

NCBની ટીમે ડ્રગ્સ સપ્લાય કેસમાં 20 શંકાસ્પદ લોકોના નામ લખ્યા છે, જેમાં ચક્રવર્તી પરિવાર ઉપરાંત ગોવાનો બિઝનેસમેન ગૌરવ આર્ય, સ્વેદ લોહિયા, જયા સાહા, પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટન્ટ એઝાઝ ખાન, ફારુખ બટાટા અને બકુલ ચંદાની સહિત અન્ય લોકોના નામ સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આ દરેક લોકોની પૂછપરછ કરશે.

ગુરુવારે EDએ રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી
(ગુરુવારે EDએ રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી)

 

ડ્રગ્સ એન્ગલમાં કોનો શું રોલ છે?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૌરવ આર્ય, અક્ષિત શેટ્ટીની સાથે ભાગી ગયો છે. 16 ઓગસ્ટે ગોવામાં એક રેવ પાર્ટીમાં રેડ પડી હતી, જેમાં ગૌરવ ડ્રગ્સ સપ્લાય કરવામાં સામેલ હતો. NCBના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એઝાઝ ખાનને નવી મુંબઈ પોલીસે ઓક્ટોબર,2018માં ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી, જ્યારે મુંબઈના ખાર વિસ્તારમાં સર્વોદય વીડિયો લાઈબ્રેરીના માલિક બકુલ ચંદાનીને ડિસેમ્બર 2018ના રોજ કોકીન અને LSDની સાથે મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે ધરપકડ કરી હતી.

EDની રિક્વેસ્ટ પર NCB તપાસ કરી રહી છે

ડ્રગ પેડલર્સની સાથે રિયાનાં સંબંધો જાહેર થયા બાદ EDની રિક્વેસ્ટ પર NCB પણ કેસની તપાસ કરી રહી છે. તેનાથી પહેલા દિવસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિયાના જપ્ત કરેલા બે મોબાઇલ ફોનમાંથી કેટલીક ચોંકાવનારી વસ્તુઓ સામે આવી. EDએ દસ્તાવેજમાં રિયાના કથિત બેંક છેતરપિંડી અને ડ્રગના પેડલર્સની સાથે શંકાસ્પદ સંબંધો હોવાની જાણ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિયાએ સુશાંતના ડેબિટ કાર્ડનો પાસવર્ડ ચોરી લીધો હતો અને તેના માટે તેણે અભિનેતાના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડાની મદદ લીધી હતી.

રિયાના જાતીય શોષણના આરોપમાં બહેને જવાબ આપ્યો

ગુરુવારે રિયાએ એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પોતાના પરિવાર સાથે સુશાંતના સંબંધો સારા નહોતાં. તેણે એમ પણ કહ્યું કે પ્રિયંકાએ તેમને શારીરિક ત્રાસ આપ્યો હતો. તેના આરોપ પર સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ જવાબ આપ્યો છે. શ્વેતા સિંહ કીર્તિએ ટ્વીટ કરી, ‘કાશ, મારો ભાઈ તે છોકરીને ક્યારેય મળ્યો ન હોત. કોઈને તેની સંમતિ વિના ડ્રગ્સ આપવું અને પછી તેને એવી ખાતરી આપવી કે તું સ્વસ્થ નથી, તેને મનોચિકિત્સકોની પાસે લઈ જવો, આ કયા સ્તરની દખલગીરી છે. તું તારી આત્માને શું જવાબ આપીશ.’

https://twitter.com/shwetasinghkirt/status/1299055578111569926?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1299055578111569926%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Frhea-chakraborty-mumbai-latest-news-central-bureau-of-investigation-cbi-investigation-day-8th-day-today-live-news-updates-127661052.html

બીજી ટ્વીટમાં શ્વેતાએ લખ્યું, ‘રિયાએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું કે, અમે અમારા ભાઈને પ્રેમ નથી કરતા. હા, સારું, તેના કારણે હું જાન્યુઆરીમાં અમેરિકાથી ભારત આવી હતી, કેમ કે, જેવી મને જાણ થઈ કે ભાઈ ચંડીગઢ આવી રહ્યો છે અને તે સ્વસ્થ નથી. મારે મારો બિઝનેસ રોકવો પડ્યો અને પોતાના બાળકોને પણ પાછળ છોડી દીધા. દુઃખની વાત તો એ હતી કે, જ્યારે હું ત્યાં પહોંચી તો ત્યારે મારા ભાઈને હું મળી પણ ન શકી. પરિવાર તેની સાથે હંમેશાં હતો. તેમજ અન્ય ટ્વીટમાં શ્વેતાએ લખ્યું કે, જ્યારે સુશાંત ચંડીગઢમાં હતો ત્યારે રિયાએ 2-3 દિવસમાં સતત 25 કોલ કર્યા, કેમ? એવી શું ઈમર્જન્સી હતી?’

બહેને કહ્યું,‘તે નેશનલ મીડિયામાં આવીને મારા ભાઈની છબીને કલંકિત કરી’

‘તે નેશનલ મીડિયામાં પર આવીને મારા ભાઈની છબીને કલંકિત કરવાનું કામ કર્યું. તને લાગે છે કે, તે જે કર્યું છે, તેને ભગવાન નથી જોઈ રહ્યો. હું ભગવાનમાં વિશ્વાસ કરું છું અને મને વિશ્વાસ છે, હવે હું તે જોવા માંગું છું કે તે તારા માટે શું કરશે.’

ભાજપના નેતાએ કહ્યું,‘NIA પણ આ કેસમાં સામેલ થઈ શકે છે’

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પી. મુરલીધર રાવે કહ્યું, સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને અકુદરતી મોતની તપાસ CBI કરી રહી છે. ED મની મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. NCB NDPS એક્ટ હેઠળ ડ્રગ કેસની તપાસ કરી રહી છે. મામલો સતત વધી રહ્યો છે. એક સાથે ઘણા કેસ અને નેટવર્ક જોડાય રહ્યા છે. તેમાં NIAને પણ સામેલ થવું પડી શકે છે.

34 વર્ષીય અભિનેતા 14 જૂનના રોજ મુંબઇના તેના બાંદ્રા ફ્લેટમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ સુશાંતના પિતા કે.કે સિંહે 25 જુલાઈએ પટના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો, જેમાં તેમણે રિયા અને તેના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here