Wednesday, December 8, 2021
Homeખેડૂત આંદોલનનો 8મો દિવસ : ખેડૂતોએ કહ્યું- આજે સરકારને અલગ અલગ નહીં,...
Array

ખેડૂત આંદોલનનો 8મો દિવસ : ખેડૂતોએ કહ્યું- આજે સરકારને અલગ અલગ નહીં, એકસાથે મળીશું : આ પહેલાં શાહ અને અમરિંદર વાત કરશે.

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો અને મહત્વનો દિવસ છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે ફરી વાતચીત થશે. આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની મીટિંગ થશે. બુધવારે સાંજે અચાનક આ નિર્ણય થયો. પંજાબ CMOના જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી કેટલાંક સૂચન આપશે, જેથી ગતિરોધ સમાપ્ત કરી શકાય.

1લી ડિસેમ્બરે સરકારે પંજાબ અને UPના ખેડૂતો સાથે અલગ અલગ વાત કરી હતી. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂત નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે સરકાર સમાધાનની જગ્યાએ કાવતરું ઘડી રહી છે. તે ખેડૂતો સાથે અલગ અલગ બેઠક કરીને ભાગલા પાડવા માગે છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે સરકાર સાથે હવે અલગ અલગ નહીં, પણ એકસાથે મીટિંગ કરીશું.

શાહ અને કેપ્ટનની મુલાકાતનું મહત્ત્વ

 • આંદોલનમાં સૌથી વધુ પંજાબના ખેડૂત છે, કેપ્ટન મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.
 • આંદોલનથી સૌથી વધુ નુકસાન લોકોને થઈ રહ્યું છે. મીટિંગથી ઝડપથી વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થશે.
 • કેપ્ટન જણાવી શકે છે કે ખેડૂતો શું ઈચ્છે છે અને કેન્દ્રને ગતિરોધ સમાપ્ત કરવા માટે શું કરવું જોઈએ.

ખેડૂતોએ આપત્તિઓનો 10 પાનાંનો દસ્તાવેજ તૈયાર કર્યો

ખેડૂતોની સરકાર સાથે આજે ચોથી અને દિલ્હી બોર્ડર પર આંદોલન શરૂ કર્યા પછી બીજી વાતચીત હશે. આ મીટિંગ માટે સરકાર અને ખેડૂત બુધવારે આખો દિવસ સ્ટ્રેટેજી બનાવતાં રહ્યાં. ખેડૂતોએ 5 વખત અને સરકારે 2 વખત બેઠક કરી. ખેડૂતોએ કૃષિ કાયદામાં આપત્તિઓનો 10 પેજનો દસ્તાવેજ તૈયાર કર્યો છે.

આજની મીટિંગમાં આ 5 મુખ્ય માગ રહેશે

 • કેન્દ્રીય કૃષિ કાયદાને તાત્કાલિક રદ કરવામાં આવે.
 • કેન્દ્રની કમિટીની રજૂઆત મંજૂર નહીં કરવામાં આવે.
 • MSP હંમેશાં લાગુ રહે. 21 પાકને આનાથી ફાયદો મળશે.
 • અત્યારસુધી ખેડૂતોને ઘઉં, ધાન અને કપાસ પર જ MSP મળે છે.
 • આપઘાત કરનારા ખેડૂતોના પરિવારને કેન્દ્ર તરફથી આર્થિક મદદ મળે.

તો આ તરફ કુંડલી બોર્ડર પહોંચેલા UPના ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ બુધવારે પંજાબનાં સંગઠનો સાથે બેઠક કરી, સાથે જ ક્રાંતિકારી ખેડૂત યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સરકાર કાયદાને સમાપ્ત કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેમણે કહ્યું હતું કે 5 ડિસેમ્બરે દેશભરમાં દેખાવ કરવામાં આવશે.

આગળની રણનીતિ

 • ખેડૂત નેતા આજે સરકાર સાથે વાત કરશે અને દેશભરમાં કાયદાના વિરોધમાં મેમોરેન્ડમ સોંપવામાં આવશે.
 • 5 ડિસેમ્બરે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અંબાણી અને અદાણીનાં પૂતળાં સળગાવવામાં આવશે.
 • 7 ડિસેમ્બરે દેશભરમાં ખેલાડી અને કલાકાર અવૉર્ડ અને સન્માન પાછા આપશે.

કોઈ આંદોલન ખરાબ ન કરે, જેના માટે લાકડીઓ, યુથ બ્રિગેડ તહેનાત

ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનમાં અમુક બહારના લોકો દખલ ન કરે, એના માટે સંગઠનમાં ચિંતા વધી ગઈ છે. એટલા માટે 7 સભ્યની કમિટીની બનાવવામાં આવી છે. સુરક્ષા માટે આસપાસ લગભગ 100 નવયુવાન ખેડૂતો લાકડીઓ લઈને અને ગળામાં આઈકાર્ડ પહેરીને તહેનાત છે. કોઈને પણ અનુશાસન ભંગ કરવા નહીં દેવામાં આવે.

સવારે સ્ટેજની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ નવયુવાન વોલન્ટિયર્સને કામે લગાડી દેવામાં આવશે, એ લોકો જુએ છે કે સ્ટેજની આસપાસ કોઈ ખોટું તત્ત્વ અથવા રમખાણકાર ન પહોંચી જાય. સ્ટેજ પર કોઈના માટે ખુરશી મૂકવામાં આવી નથી. કોને સ્ટેજ પર બોલવાનું છે, કેટલા સમય માટે બોલવાનું છે, એ પણ જોઈન્ટ કમિટી નક્કી કરે છે. બહારથી આવેલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની વ્યક્તિ અથવા કલાકારોને સ્ટેજ પર બોલવાનો નિર્ણય પણ કમિટી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments