Thursday, August 5, 2021
Homeધર્મ : 8 જૂને સોમવાર અને ચોથનો યોગ, ઘરની સુખ-સમૃદ્ધિની કામના સાથે...
Array

ધર્મ : 8 જૂને સોમવાર અને ચોથનો યોગ, ઘરની સુખ-સમૃદ્ધિની કામના સાથે આ વ્રત કરી શકાય છે

સોમવાર, 8 જૂને જેઠ મહિનાના વદ પક્ષની ચોથ છે. આ વર્ષે સોમવારે ચોથ હોવાથી આ દિવસે ગણેશજીની સાથે શિવજીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે પૂર્ણિમા પછી આવતી ચોથનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. ચોથ તિથિના સ્વામી ગણેશજી જ છે. આ દિવસે કરવામાં આવતાં વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠથી સુખ-સમૃદ્ધિ, જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થઇ શકે છે.

ગણેશ ચોથે સવારે જલ્દી જાગવું અને સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવવું. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. ત્યાર બાદ ઘરના મંદિરમાં ગણેશ પ્રતિમા સ્થાપિત કરવી. સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, જનોઈ, પ્રસાદ વગેરે વસ્તુઓ ચઢાવવી. ધૂપ-દીપ પ્રગાટવો. ૐ ગં ગણપતયૈ નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો. મંત્રજાપ 108વાર કરો.

ગણેશજી સામે વ્રત કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ અનાજ ગ્રહણ કરશો નહીં. વ્રતમાં ફળાહાર, પાણી, દૂધ, ફળનો રસ વગેરે વસ્તુઓનું સેવન કરી શકાય છે.

શિવજીના મંત્ર ૐ સાંબ સદાશિવાય નમઃનો જાપ 108વાર કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. બીલીપાન અને ફૂલ ચઢાવો. દીવો પ્રગટાવીને આરતી કરો.

પૂજા બાદ ઘરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. ગાયને રોટલી અથવા લીલું ઘાસ આપો. કોઇ ગૌશાળામાં ધનનું દાન પણ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments