Tuesday, October 26, 2021
Home9 મહિના સુધી મા ના પેટમાં આવા કામ કરીને સમય પસાર કરે...
Array

9 મહિના સુધી મા ના પેટમાં આવા કામ કરીને સમય પસાર કરે છે બાળક

આમ તો દુનિયામાં દરેક રિલેશનનું પોતાનું એક અલગ મહત્વ છે, પરંતુ મા અને બાળકનો સંબંધ ખાસ હોય છે. એક મા માટે એના બાળકથી વધારે કંઇ હોતું નથી અને કોઇ માણસની લાઇફમાં સૌથી પહેલું સ્થાન મા નું જ આવે છે. 9 મહિના સુધી મા ના પેટમાં રહ્યા બાદ એક બાળક જન્મ ગ્રહણ કરે છે. ક્યારેક ક્યારેક મા ની સાથે સાથે આપણા મગજમાં પણ એવો વિચાર આવે છે કે ગર્ભમાં રહેવા દરમિયાન બાળક શું શું કરે છે? શું વિચારે છે. આ એક ખૂબ જ રોચક સવાલ છે જેનો જવાબ આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

એ તો આપણે બધા જાણીએ છીએ કે એક નિશ્વિત ઉંમર સુધી દરેક બાળક ગાદલું ભીનું કરે છે, પરંતુ વિશેષજ્ઞોનું એવું કહેવું છે કે બાળક ગર્ભમાં રહેવા દરમિયાન પણ સૂસૂ કરે છે. જી હાં ત્રણ મહિના બાદથી બાળક મા ના પેટમાં આવું કરવા લાગે છે.

ગર્ભાવસ્થાના 15માં સપ્તાહ બાદ બાળક ખાવાના સ્વાદને ઓળખવા લાગે છે. મા જે પણ કંઇ ખાય છે એ બાળક સુધી પહોંચે છે. ગળ્યાનો ટેસ્ટ બાળકને વધારે ભાવે છે.

28 સપ્તાહમાં બાળક મા ના પેટમાં જ આંખો ખોલવાનું શરૂ કરી દે છે. આવું કરવાથી એ બહારની દુનિયા માટે જાણકારી પ્રાપ્ત કરે છે.

ગર્ભમાં બાળક બગાસુ પણ લે છે વાસ્તવમાં પેટમાં બાળક વધારે સમય સૂઇને પસાર કરે છે. જ્યારે પણ એ ઊઠે છે તો બગાસુ જરૂરથી લે છે.

માત્ર બગાસું જ નહીં પરંતુ બાળક પેટમાં રહેતા દરમિયાન એડકી પણ લે છે. ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં મા બાળકની એડકીઓને મહેસૂસ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments